(Source: ECI/ABP News/ABP Majha)
Women's T20 World Cup 2023: આજે બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ, જાણો બંન્ને ટીમની પ્લેઇંગ ઇલેવન?
ઓસ્ટ્રેલિયા મહિલા ટીમ અને બાંગ્લાદેશ મહિલા ટીમ વચ્ચેની આ મેચ સેન્ટ જ્યોર્જ પાર્કમાં રમાશે
Women's T20 World Cup 2023: ICC મહિલા T20 વર્લ્ડ કપ 2023માં 14 ફેબ્રુઆરીએ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઑસ્ટ્રેલિયન મહિલા ટીમ પોર્ટ એલિઝાબેથના સેન્ટ જ્યોર્જ પાર્કમાં બાંગ્લાદેશની મહિલા ટીમ સામે ટકરાશે. 5 વખત વર્લ્ડકપ જીતનારી ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે ટૂર્નામેન્ટની શાનદાર શરૂઆત કરી હતી અને તેની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડની મહિલા ટીમને 97 રનથી હરાવી હતી.
You know the drill Aussie fans, set those alarms and we'll see you back here in a few hours! #T20WorldCup pic.twitter.com/ZRJ22pNxdA
— Australian Women's Cricket Team 🏏 (@AusWomenCricket) February 14, 2023
આ મેચમાં અનુભવી વિકેટકીપર-બેટ્સમેન એલિસા હીલીએ કાંગારૂ ટીમ માટે 38 બોલમાં 55 રનની ઇનિંગ રમી હતી, જ્યારે મેગન શુટે તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ બોલિંગ કરી હતી. તેણે માત્ર 12 રન આપીને અડધી કિવી ટીમને પેવેલિયનમાં મોકલી દીધી હતી. જેના કારણે ન્યૂઝીલેન્ડની મહિલા ટીમ 14 ઓવરમાં માત્ર 76 રન બનાવીને સમેટાઈ ગઈ હતી.
બીજી તરફ બાંગ્લાદેશની મહિલા ટીમના પ્રદર્શનની વાત કરીએ તો તેને ગ્રુપ-એની પોતાની પહેલી જ મેચમાં શ્રીલંકાની મહિલા ટીમ સામે 7 વિકેટથી મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. બાંગ્લાદેશ માટે શોભના મોસ્તરેએ 29 રન બનાવ્યા હતા જ્યારે કેપ્ટન નિગાર સુલ્તાનાએ તે મેચમાં 28 રન બનાવ્યા હતા, જેના કારણે ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 126 રન સુધી પહોંચાડવામાં સફળ રહી હતી.
પિચ રિપોર્ટ
ઓસ્ટ્રેલિયા મહિલા ટીમ અને બાંગ્લાદેશ મહિલા ટીમ વચ્ચેની આ મેચ સેન્ટ જ્યોર્જ પાર્કમાં રમાશે. આ મેદાનની પિચની વાત કરીએ તો અહીં ટી20 ફોર્મેટમાં પ્રથમ ઇનિંગ્સનો સરેરાશ સ્કોર 151 રનની આસપાસ છે. નવા બોલથી ઝડપી બોલરોને પિચમાંથી ચોક્કસ મદદ મળી શકે છે.
ઓસ્ટ્રેલિયા મહિલા ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવન
પોતાની પ્રથમ મેચ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયન મહિલા ટીમની કેપ્ટન ટીમમાં કોઈ ફેરફાર કરવાનું પસંદ કરશે નહીં. આ મેચમાં ફરી એકવાર બધાની નજર એલિસા હીલી અને બેથ મૂની પર રહેશે.
એલિસા હીલી , બેથ મૂની, મેગ લેનિંગ તાહલિયા મેકગ્રા, એશ્લે ગાર્ડનર, ગ્રેસ હેરિસ, જેસ જોનાસન, અલાના કિંગ, મેગન શુટ, ડાર્સી બ્રાઉન.
બાંગ્લાદેશ મહિલા ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવન
પ્રથમ મેચમાં એકતરફી હાર મળ્યા બાદ બાંગ્લાદેશની મહિલા ટીમ માટે આ મેચમાં વાપસી કરવી સરળ રહેશે નહીં. જ્યાં કેપ્ટન નિગાર સુલ્તાનાએ ફરી એકવાર સારું પ્રદર્શન કરવું પડશે ત્યાં ટીમને ઓપનિંગ જોડી પાસેથી સારી શરૂઆતની આશા રહેશે.
શામિયમ સુલતાન, મુર્શિદા ખાતૂન, શોબાના મોસ્તરે, નિગાર સુલતાના, લતા મોંડાલ, શોરના અખ્તર, ઋતુ મોની, સલમા ખાતૂન, નાહિદા અખ્તર, જહાનઆરા આલમ, મારુફા અખ્તર.