Deepti Sharma T20 Record: દીપ્તિ શર્માએ કર્યું આ મોટું કારનામું, બુમરાહ-ભુવનેશ્વર માટે પણ છે સપનું, ઈતિહાસમાં નોધાયું નામ
Deepti Sharma આ મેચમાં ભારતની સ્પિનર દીપ્તિ શર્માએ ત્રણ વિકેટ ઝડપી છે. દીપ્તિ શર્માએ એફી ફ્લેચરને બોલ્ડ કરી હતી. આ સાથે દીપ્તિની T20 ઈન્ટરનેશનલમાં 100 વિકેટ પૂરી થઈ ગઈ છે.
T20 World Cup, Deepti Sharma: મહિલા વર્લ્ડ કપ T20માં ભારત અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ આમને-સામને છે. આ મેચ કેપટાઉનના ન્યુલેન્ડ્સમાં રમાઈ રહી છે. વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન હેલી મેથ્યુઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 118 રન બનાવ્યા હતા.
દીપ્તિ શર્માએ ઈતિહાસ રચ્યો
આ મેચમાં ભારતની સ્પિનર દીપ્તિ શર્માએ ત્રણ વિકેટ ઝડપી છે. દીપ્તિ શર્માએ એફી ફ્લેચરને બોલ્ડ કરી હતી. આ સાથે દીપ્તિની T20 ઈન્ટરનેશનલમાં 100 વિકેટ પૂરી થઈ ગઈ છે. તે 100 T20 વિકેટ લેનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે. આ મામલામાં તેણે પૂનમ યાદવ (98 વિકેટ)ને પાછળ છોડી દીધી છે.
A big milestone for Indian spinner Deepti Sharma 🌟
— ICC (@ICC) February 15, 2023
She becomes the first India international to reach the landmark in T20Is.
Follow LIVE 📝: https://t.co/kQpGPcjbyu #WIvIND | #T20WorldCup | #TurnItUp pic.twitter.com/Iq52X69G5Q
કોઈ પુરૂષ ક્રિકેટર ન કરી શક્યો
દીપ્તિ શર્મા T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 100 વિકેટ લેનારી પ્રથમ ભારતીય ક્રિકેટર છે. તેના પહેલા કોઈ પુરુષ ખેલાડી આવું કરી શક્યો નથી. પૂનમ યાદવે મહિલા ક્રિકેટમાં તેના પહેલા સૌથી વધુ 98 વિકેટ ઝડપી હતી. પુરુષોમાં યુઝવેન્દ્ર ચહલે 91 અને ભુવનેશ્વર કુમારના નામે 90 વિકેટ છે. 25 વર્ષની દીપ્તિ પહેલા મહિલાઓમાં 8 બોલરોએ 100 કે તેથી વધુ વિકેટ લીધી છે. વેસ્ટ ઈન્ડિઝની અનીસા મોહમ્મદે સૌથી વધુ 125 વિકેટ ઝડપી છે.
મહિલા ટી20 વર્લ્ડકપમાં થયું ફિક્સિંગ ? બાંગ્લાદેશી ખેલાડીનો ઓડિયો થયો વાયરલ
દક્ષિણ આફ્રિકામાં ચાલી રહેલા મહિલા T20 વર્લ્ડ કપમાં સ્પોટ ફિક્સિંગનો ખતરો તોળાઈ રહ્યો છે. બાંગ્લાદેશ મહિલા ક્રિકેટ ટીમની બે ખેલાડીઓ પર સ્પોટ ફિક્સિંગનો આરોપ લાગ્યો છે.
કોની પર લાગ્ય આરોપ
બાંગ્લાદેશ મહિલા ક્રિકેટ ટીમની વરિષ્ઠ ખેલાડી શોહેલી અખ્તર પર સાથી ઓલરાઉન્ડર લતા મંડલને સ્પોટ ફિક્સિંગ માટે મોટી રકમ ઓફર કરવાનો આરોપ છે. જોકે, ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં લતાનો પ્લેઈંગ 11માં સમાવેશ કરવામાં આવ્યો ન હતો. બાંગ્લાદેશને ઓસ્ટ્રેલિયાના હાથે 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સ્પોટ ફિક્સિંગના આરોપોની તપાસ શરૂ કરી છે.
એક મીડિયા સંસ્થાએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, "બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ આ મામલાને સખત રીતે જોઈ રહ્યું છે અને તેની તપાસ કરશે." બાંગ્લાદેશી મીડિયા અનુસાર, શોહેલી અખ્તરે આકાશ નામના બુકી પાસેથી સ્પોટ ફિક્સિંગ સંબંધી ઓફર મળી હોવાનું સ્વીકાર્યું છે. લતા સાથેની વાતચીત દરમિયાન અખ્તરે આકાશને તેના સંબંધી તરીકે ઓળખાવ્યો હતો.
શોહેલી અખ્તરે શું ઓફર કરી?
આકાશે શોહેલીને કહ્યું કે તમામ ખેલાડીઓ ભ્રષ્ટ છે. તેને ખોટું સાબિત કરવા શોહેલીએ લતાને સ્પોટ ફિક્સિંગની ઓફર કરી. એક મીડિયા હાઉસે દાવો કર્યો છે કે તેણે શોહેલી અને લતા વચ્ચે સ્પોટ ફિક્સિંગની ઓફર અંગે થયેલી વાતચીતનું રેકોર્ડિંગ સાંભળ્યું છે. જે ઓડિયો સામે આવ્યો છે તેમાં, શોહેલી શરૂઆતમાં સ્પોટ ફિક્સિંગનું સૂચન કરે છે અને લતાને કહે છે કે તેનાથી ડરવાનું કંઈ નથી. હું તમને નુકસાન નહીં પહોંચાડીશ.
શોહેલીએ વધુમાં કહ્યું કે જ્યારે તમે ઇચ્છો ત્યારે ફિક્સિંગ કરો અને જો તમારે એવું ન કરવું હોય તો કોઈ વાંધો નથી. ઓડિયોમાં શોહેલી લતાને કહે છે કે જો તમે એક મેચમાં સારું પ્રદર્શન કરશો તો બીજી મેચમાં તમે સ્ટમ્પ થઈ શકો છો અથવા વિકેટ પડી શકો છો. તમને હિટ વિકેટ માટે 20 થી 30 લાખ અને સ્ટમ્પિંગ માટે 5 લાખ રૂપિયા મળશે. શોહેલીએ એમ પણ કહ્યું કે જો તમને આ રકમ ઓછી લાગે તો તમે કહી શકો, હું મારા સંબંધીને આ અંગે જાણ કરીશ.