(Source: ECI/ABP News/ABP Majha)
WPL 2023: ગુજરાત જાયન્ટ્સની ટીમમાં સામેલ થઈ ઓસ્ટ્રેલિયાની ખતરનાક ખેલાડી, જાણો
મહિલા પ્રીમિયર લીગ શરૂ થઈ ગઈ રહી છે. પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી.
Women’s Premier League (WPL): મહિલા પ્રીમિયર લીગ શરૂ થઈ ગઈ રહી છે. પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં મુંબઈની ટીમે ગુજરાત સામે શાનદાર જીત મેળવી હતી. ગુજરાત જાયન્ટ્સે વેસ્ટ ઈન્ડિઝની ડિઆન્ડ્રા ડોટીનની જગ્યાએ ઓસ્ટ્રેલિયાની કિમબર્લી ગર્થનો ટીમમાં સમાવેશ કર્યો છે.
વેસ્ટ ઈન્ડિઝની પૂર્વ ઓલરાઉન્ડર ખેલાડી ડિએંડ્રા ડોટિનને ગુજરાતે 60 લાખ ચૂકવીને પોતાની ટીમમાં સામેલ કરી હતી, પરંતુ હવે તે આ સિઝનમાંથી બહાર છે કારણ કે તે મેડિકલ સ્થિતમાંથી રિકવર કરી રહી છે. હવે તેના સ્થાને ગુજરાતની ટીમે ઓસ્ટ્રેલિયાની કિમબર્લી ગર્થને પોતાની ટીમમાં સામેલ કરી છે.
ડૉટિનની જગ્યાએ આવી કિમ
કિમની વાત કરીએ તો તે પહેલા આયર્લેન્ડ માટે ક્રિકેટ રમતી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ક્રિકેટ રમતા પહેલા તે આયર્લેન્ડ માટે 51 T20 મેચ રમી હતી. તેનું ડેબ્યૂ 2010માં માત્ર 14 વર્ષની ઉંમરે થયું હતું. હવે તે ઓસ્ટ્રેલિયાની કેપ્ટન મેગ લેનિંગની આગેવાનીમાં રમે છે. કિમ ગયા વર્ષે મેગની કપ્તાનીમાં 5 ટી20 મેચોની શ્રેણી માટે ભારત આવી હતી. આ સિવાય ગયા મહિને દક્ષિણ આફ્રિકામાં T20 વર્લ્ડ કપ જીતનાર ટીમમાં કિમ્બર્લી ગર્થનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
WPLની પ્રથમ મેચમાં મુંબઇએ ગુજરાતને આપી કારમી હાર, 143 રનથી જીતી મેચ
મુંબઈ ઈન્ડિયન્સે વુમન્સ પ્રીમિયર લીગની ધમાકેદાર શરૂઆત કરી. તેણે પ્રથમ મેચમાં ગુજરાત જાયન્ટ્સને 143 રનથી હરાવ્યું હતું. મુંબઈની મજબૂત ટીમ સામે ગુજરાતના ખેલાડીઓ નિષ્ફળ રહ્યા હતા. કેપ્ટન હરમનપ્રીત કૌરની તોફાની અડધી સદી અને સાયકા ઈશાકની શાનદાર બોલિંગની મદદથી ટીમને જીત અપાવી હતી. ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈએ 20 ઓવરમાં પાંચ વિકેટે 207 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતની ટીમ 15.1 ઓવરમાં 64 રન જ બનાવી શકી હતી.
મુંબઈ તરફથી કેપ્ટન હરમનપ્રીત કૌરે સૌથી વધુ 65 રન બનાવ્યા હતા. તેણે 30 બોલની ઈનિંગમાં 14 ચોગ્ગા ફટકાર્યા હતા. ઓપનર હીલી મેથ્યુઝે 31 બોલમાં 47 અને અમેલિયા કેરે 24 બોલમાં અણનમ 45 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી સ્નેહ રાણાએ સૌથી વધુ બે વિકેટ ઝડપી હતી. જ્યારે ગુજરાત માટે માત્ર દયાલન હેમલતા અને મોનિકા પટેલ જ ડબલ ફિગરને સ્પર્શી શક્યા હતા. હેમલતાએ 23 બોલમાં અણનમ 29 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી સાઈકા ઈશાકે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી.