Women's T20 World Cup 2024: આજે મહિલા ટી-20 વર્લ્ડકપમાં પ્રથમ મેચ રમશે ટીમ ઇન્ડિયા, પાકિસ્તાન સામે ક્યારે ટકરાશે
Women's T20 World Cup 2024: ભારતીય ટીમ આજે (4 ઓક્ટોબર) મહિલા ટી-20 વર્લ્ડકપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે
Women's T20 World Cup 2024: ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024 શરૂ થઈ ગયો છે. બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતાને કારણે આ મોટી ટુર્નામેન્ટ બાંગ્લાદેશથી UAEમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. ભારતીય ટીમ આજે (4 ઓક્ટોબર) પોતાના અભિયાનની શરૂઆત કરશે. શરૂઆતની મેચમાં તેનો સામનો ન્યૂઝીલેન્ડની ટીમ સાથે થશે. ભારતીય ટીમની કેપ્ટનશીપ હરમનપ્રીત કૌરના હાથમાં છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 6 ઓક્ટોબરે મેચ રમાશે.
A stern test for India and New Zealand as they open their Women's #T20WorldCup 2024 campaign 💥
— ICC (@ICC) October 3, 2024
ICC Digital Insider Sanjana Ganesan previews the much-awaited #INDvNZ contest 📽#WhateverItTakeshttps://t.co/QGwPvnMfqW
ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ સિવાય ભારતીય ટીમ સામે સૌથી મોટો પડકાર એ છે કે તે આ ટૂર્નામેન્ટ પ્રથમ વખત જીતવાનો પ્રયાસ કરશે. ભારતીય ટીમ આ વખતે ટૂર્નામેન્ટ જીતવા માટે ફેવરિટ ટીમ માનવામાં આવી રહી છે.
વર્લ્ડ કપની શરૂઆતની મેચમાં બાંગ્લાદેશનો સામનો ટુર્નામેન્ટની નવી ટીમ સ્કોટલેન્ડ સામે થયો હતો. નવમા મહિલા ટી-20 વર્લ્ડ કપમાં ગ્રુપ A અને ગ્રુપ Bમાં વહેંચાયેલી કુલ દસ ટીમો ભાગ લઈ રહી છે. 18 દિવસમાં 23 મેચો રમાશે અને 20 ઓક્ટોબરે ફાઈનલ રમાશે, ત્યારબાદ ટીમ નવી T20 વર્લ્ડ ચેમ્પિયન ટીમ બનશે.
મહિલા T20 વર્લ્ડ કપની પ્રથમ વિજેતા ટીમ ઈંગ્લેન્ડ હતી, જેણે 2009માં આ ટાઇટલ જીત્યું હતું. જ્યારે ઓસ્ટ્રેલિયાએ 2010, 2012, 2014, 2018, 2020, 2023માં સૌથી વધુ વખત T20 વર્લ્ડ કપનું ટાઇટલ જીત્યું છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝે 2016માં ટાઈટલ જીત્યું હતું. T20 વર્લ્ડ કપમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન વર્ષ 2020માં આવ્યું હતું, જ્યારે તે ફાઇનલમાં પહોંચ્યું હતું. જ્યાં ઓસ્ટ્રેલિયાનો 85 રને પરાજય થયો હતો.
ગ્રુપ A: ઓસ્ટ્રેલિયા, ભારત, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, શ્રીલંકા
ગ્રુપ બી: બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ
મહિલા T20 વર્લ્ડ કપ ભારતનો કાર્યક્રમ
ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ: 4 ઓક્ટોબર, સાંજે 7:30 કલાકે
ભારત વિરુદ્ધ પાકિસ્તાન: 6 ઓક્ટોબર, બપોરે 3:30 કલાકે
ભારત વિરુદ્ધ શ્રીલંકા: 9 ઓક્ટોબર, સાંજે 7:30 કલાકે
ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા: 13 ઓક્ટોબર, સાંજે 7:30 કલાકે