WC 2023: વર્લ્ડકપ ટીમમાં અશ્વિનની એન્ટ્રી પાક્કી, અક્ષર નહીં આ ખેલાડીને કરાશે બહાર
આઈસીસીની ગાઈડલાઈન મુજબ 28 સપ્ટેમ્બર સુધી વર્લ્ડકપની ટીમમાં ફેરફાર થઈ શકે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ હાલમાં અશ્વિન કે સુંદરના સમાવેશને લઈને મૂંઝવણમાં છે.
World Cup 2023: ભારતમાં આવતા મહિને રમાનારા વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર થશે. ઓસ્ટ્રેલિયા સીરીઝ બાદ હવે આર અશ્વિનને પણ વર્લ્ડકપ ટીમમાં જગ્યા મળશે. અગાઉ એવું માનવામાં આવતું હતું કે આર.અશ્વિન ઈજાગ્રસ્ત અક્ષર પટેલનું સ્થાન લેશે, પરંતુ ટેલિગ્રાફના અહેવાલ મુજબ અક્ષર ફિટ હોવા છતાં પણ અશ્વિનને ટીમમાં સામેલ કરવામાં આવશે. આવામાં શાર્દુલ ઠાકુરને ટીમમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવશે.
આઈસીસીની ગાઈડલાઈન મુજબ 28 સપ્ટેમ્બર સુધી વર્લ્ડકપની ટીમમાં ફેરફાર થઈ શકે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ હાલમાં અશ્વિન કે સુંદરના સમાવેશને લઈને મૂંઝવણમાં છે. આ બંને ખેલાડીઓને ઓસ્ટ્રેલિયા સામેની 3 મેચની વનડે સીરીઝમાં તક આપવામાં આવી છે. વનડે સીરીઝમાં પ્રદર્શનના આધારે જ વર્લ્ડકપની ટીમમાં ફેરફાર થશે.
અશ્વિન છે મજબૂત દાવેદાર -
જોકે અશ્વિનનો દાવો સુંદરના દાવા કરતાં વધુ મજબૂત લાગે છે. અશ્વિન હાલમાં ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો નંબર વન બૉલર છે. ટી20 ફોર્મેટમાં પણ અશ્વિન ચુસ્ત બૉલિંગ કરે છે. અશ્વિનને ટીમમાં લેવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે એક સ્માર્ટ ક્રિકેટર છે અને વિકેટ ન લેવાની સ્થિતિમાં પણ રનને નિયંત્રિત કરવાની કળા જાણે છે, એટલું જ નહીં, અશ્વિન જરૂર પડે ત્યારે બેટિંગ કરવાની ક્ષમતા પણ ધરાવે છે.
અશ્વિનને કેપ્ટન રોહિત શર્માનો પણ સપોર્ટ મળી રહ્યો છે. એશિયા કપ બાદ તરત જ રોહિત શર્માએ અશ્વિનની ટીમમાં એન્ટ્રીનો સંકેત આપ્યો હતો. રોહિત શર્માનું માનવું છે કે અશ્વિનને જે અનુભવ છે તે ટીમ ઈન્ડિયા માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે. રોહિત શર્માએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે અશ્વિન વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની યોજનાનો ભાગ છે.
21 મહિના બાદ વનડેમાં પાછો આવ્યો આ ઘાકડ ખેલાડી, ઓસ્ટ્રેલિયા સામે મેદાનમાં ઉતરશે
વનડે વર્લ્ડકપ પહેલા ઓસ્ટ્રેલિયા સામે 3 મેચની વનડે સીરીઝ માટે 18 સપ્ટેમ્બરે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. ફેન્સ માટે સૌથી આશ્ચર્યજનક નિર્ણય 21 મહિના પછી અનુભવી ઓફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિનની વનડે ટીમમાં પરત ફરવાનો હતો. અશ્વિનને સીરીઝની ત્રણેય મેચો માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે અને હવે એવી પણ અટકળો લગાવવામાં આવી રહી છે કે તેને વનડે વર્લ્ડકપ માટે પણ ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. રવિચંદ્રન અશ્વિને વર્ષ 2022 ની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકા સામે ભારતીય ટીમ માટે 50 ઓવરના ફોર્મેટમાં તેની છેલ્લી મેચ રમી હતી. 2010માં પોતાની પ્રથમ વનડે મેચ રમનાર અશ્વિન 2017 સુધી આ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો મહત્વપૂર્ણ સભ્ય હતો. આ પછી કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલના આવવાના કારણે તેણે પોતાનું સ્થાન ગુમાવવું પડ્યું હતું. 2011માં ભારતે વર્લ્ડકપ જીત્યો ત્યારે 37 વર્ષીય અશ્વિન ટીમનો ભાગ હતો. અશ્વિને વનડે વર્લ્ડકપમાં અત્યાર સુધી 10 મેચ રમી છે અને 24.88ની એવરેજથી 17 વિકેટ લીધી છે. એશિયા કપમાં અક્ષર પટેલની ઈજા બાદ અશ્વિનના અનુભવને ધ્યાનમાં લઈને તેને ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝમાં સામેલ કરવામાં આવ્યો છે. અશ્વિન નીચલા ક્રમમાં પણ વધુ સારા બેટ્સમેનની ભૂમિકા ભજવી શકે છે. અત્યાર સુધી અશ્વિને ભારતીય ટીમ માટે 113 વનડે મેચોમાં 33.5ની એવરેજથી 151 વિકેટ ઝડપી છે. આ સાથે જ તેણે બેટ વડે 707 રન બનાવ્યા છે, જેમાં એક અડધી સદીની ઇનિંગ પણ સામેલ છે.
અશ્વિને છેલ્લી 5 વનડેમાં હાંસલ કરી માત્ર 5 વિકેટો -
વનડેમાં છેલ્લી 5 મેચોમાં અશ્વિનના પ્રદર્શન પર નજર કરીએ તો તે કંઈ ખાસ રહ્યું નથી. અશ્વિને જાન્યુઆરી 2022માં દક્ષિણ આફ્રિકા સામેની 3 મેચની વનડે સીરીઝમાં 2 મેચ રમીને માત્ર 1 વિકેટ લીધી હતી. આ પહેલા 2017માં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર રમાયેલી 5 મેચની વનડે સીરીઝમાં અશ્વિનને 2 મેચ રમવાની તક મળી હતી અને આમાં તે માત્ર 4 વિકેટ જ લઈ શક્યો હતો. જ્યારે 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં અશ્વિન એક પણ વિકેટ લેવામાં સફળ રહ્યો ન હતો.