World Cup 2023: વર્લ્ડકપ અગાઉ અપગ્રેડ થશે આ સાત સ્ટેડિયમ, બીસીસીઆઇ પ્રત્યેક સ્ટેડિયમ પાછળ ખર્ચ કરશે આટલા કરોડ રૂપિયા
BCCI 2023 વર્લ્ડ કપ પહેલા દેશના ઘણા સ્ટેડિયમને અપગ્રેડ કરશે.
World Cup 2023 Stadiums Upgrade BCCI: BCCI 2023 વર્લ્ડ કપ પહેલા દેશના ઘણા સ્ટેડિયમને અપગ્રેડ કરશે. આ યાદીમાં લખનઉ, કોલકાતા અને મુંબઈના નામ સામેલ છે. વર્લ્ડ કપ 2023ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વખતે ટુર્નામેન્ટની પ્રથમ મેચ અમદાવાદમાં 5 ઓક્ટોબરે રમાશે. વર્લ્ડ કપ ભારતમાં યોજાશે. તેથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સ્ટેડિયમોને અપગ્રેડ કરવાનું કામ શરૂ કરી દીધું છે. BCCI લગભગ 7 સ્ટેડિયમને રિપેર કરાવશે. એક રિપોર્ટ અનુસાર બોર્ડ આ માટે 50-50 કરોડ રૂપિયા આપશે. આ યાદીમાં કોલકાતાના ઈડન ગાર્ડન્સથી લઈને લખનઉના અટલ વિહારી બાજપેયી સ્ટેડિયમનો સમાવેશ થાય છે.
BCCI મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં નવી ફ્લડલાઈટ લગાવશે. આ સ્ટેડિયમમાં કોર્પોટ બોક્સ પણ લગાવવામાં આવશે. કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમના ડ્રેસિંગ રૂમને અપગ્રેડ કરવામાં આવશે. ધર્મશાળામાં નવું આઉટફિલ્ડ તૈયાર કરવામાં આવી રહ્યું છે. પુણેના સ્ટેડિયમમાં છતનું કામ કરવામાં આવશે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં સીટો અને ટોઇલેટનું સમારકામ કરવામાં આવશે. અહીં ટિકિટ સિસ્ટમ પણ અપગ્રેડ કરવામાં આવશે. લખનઉના સ્ટેડિયમમાં પીચ વર્ક કરવામાં આવી રહ્યું છે. ચેન્નઈમાં પીચ વર્ક કરવામાં આવશે. તેની સાથે એલઇડી લાઇટ લગાવવામાં આવશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCI લખનઉના ભારત રત્ન શ્રી અટલ વિહારી બાજપેયી સ્ટેડિયમ પર ખાસ ધ્યાન આપી રહ્યું છે. આઇપીએલની મેચો અહીં રમાતી હતી. આ મેચો લો સ્કોરિંગ હતી. જેના કારણે પીચની ટીકા થઈ હતી. તેથી જ હવે અહીં વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. રિપોર્ટ અનુસાર સ્ટેડિયમમાં 11 નવી પીચો તૈયાર કરવામાં આવી છે. જમીન પર નવા ઘાસનું વાવેતર પણ કરવામાં આવ્યું છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ અહીં 29 ઓક્ટોબરે રમાશે. વર્લ્ડ કપ 2023ની કુલ 5 મેચો અહીં રમાશે. ભારત-ઈંગ્લેન્ડની સાથે ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ક્વોલિફાયર 2 ટીમ વચ્ચે મેચ રમાશે
શિખર ધવનની ટીમ ઇન્ડિયામાં થશે ધમાકેદાર વાપસી
લાંબા સમયથી ભારતીય ટીમમાંથી બહાર રહેલા ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનને હવે મોટી જવાબદારી મળવાની આશા છે. ધવન 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી ચીનમાં આયોજિત થનારી એશિયન ગેમ્સમાં ભારતીય પુરૂષ ટીમની કેપ્ટનશીપ સંભાળતો જોવા મળી શકે છે. આ વખતે, એશિયન ગેમ્સને લઈને બીસીસીઆઈ દ્વારા પહેલાથી જ પુષ્ટી કરવામાં આવી છે કે ક્રિકેટ ઈવેન્ટમાં મેન્સ અને વિમેન્સ બંન્ને ટીમો ભાગ લેશે.