શોધખોળ કરો

PAK vs NZ: ફખર જમાન અને વરસાદે પાકિસ્તાનની લાજ બચાવી, ન્યૂઝીલેન્ડને 21 રને હરાવી સેમીફાઈલની આશા જીવંત રાખી

PAK vs NZ Full Highlights: ફખર ઝમાનની તોફાની ઇનિંગ્સ સામે ન્યુઝીલેન્ડનો વિશાળ સ્કોર વામણો લાગતો હતો. જો કે વરસાદે પાકિસ્તાનની મુશ્કેલી પણ હળવી કરી દીધી હતી.

PAK vs NZ Full Highlights: ફખર ઝમાનની તોફાની ઇનિંગ્સ સામે ન્યુઝીલેન્ડનો વિશાળ સ્કોર વામણો લાગતો હતો. જો કે વરસાદે પાકિસ્તાનની મુશ્કેલી પણ હળવી કરી દીધી હતી. આ રીતે પાકિસ્તાને 2023 વર્લ્ડ કપની 35મી મેચમાં ન્યૂઝીલેન્ડને 21 રનથી હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 6 વિકેટે 401 રન બનાવ્યા હતા. ત્યારબાદ લક્ષ્યનો પીછો કરતી વખતે પાકિસ્તાનની ઇનિંગ્સમાં વરસાદે બે વખત દખલ દીધી હતી.

વાસ્તવમાં, ડકવર્થ લુઈસ નિયમ અનુસાર, પાકિસ્તાને 25.3 ઓવરમાં એક વિકેટના નુકસાન પર 179 રન બનાવવાના હતા, પરંતુ તેનો સ્કોર 200 રન હતો. જેના કારણે પાકિસ્તાને 21 રને જીત મેળવી હતી. તમને જણાવી દઈએ કે ડકવર્થ લુઈસ મેથડ દરેક બોલ પર બદલાતી રહે છે અને વિકેટના હિસાબે કામ કરે છે.

402 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાને બીજી ઓવરમાં પ્રથમ વિકેટ અબ્દુલ્લા શફીકના રૂપમાં ગુમાવી હતી જે 4 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી બીજો ઓપનર ફખર જમાન અને બાબર આઝમે સાથે મળીને એવી ઈનિંગ્સ રમવાનું શરૂ કર્યું, જેનો કોઈ કિવી બોલર પાસે જવાબ નહોતો. જ્યાં એક તરફ ફખર ઝડપી ઇનિંગ રમી રહ્યો હતો તો બાબર આઝમ તેને ખૂબ જ સારી રીતે સાથ આપી  રહ્યો હતો.

ઝડપી રન રેટથી આગળ વધી રહેલું પાકિસ્તાન 22મી ઓવરમાં ત્યારે ટેન્શનમાં આવી ગયું જ્યાે વરસાદ શરુ થયો. ત્યારપછી થોડા સમય બાદ રમત શરૂ થઈ અને પાકિસ્તાનને 41 ઓવરમાં 342 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો. એટલે કે આગામી 19.3 ઓવરમાં પાકિસ્તાનની ટીમને 182 રન બનાવવાના હતા. ટાર્ગેટનો પીછો કરવા માટે પાકિસ્તાનનો દાવ થોડો સમય જ ટકી શક્યો અને 26મી ઓવરમાં ફરી એકવાર વરસાદે દસ્તક આપી.

આ દરમિયાન પાકિસ્તાનની ટીમે 25.3 ઓવરમાં માત્ર 1 વિકેટ ગુમાવીને 200 રનનો સ્કોર પાર કરી લીધો હતો. ટીમના ઓપનર ફખર ઝમાને 155.56ના જબરદસ્ત સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા સ્કોર 126* રન સુધી પહોંચાડ્યો હતો. આ દરમિયાન ફખરે 8 ચોગ્ગા અને 11 સિક્સર ફટકારી હતી. જ્યારે કપ્તાન બાબરે તેની ઇનિંગને આગળ ધપાવી અને 63 બોલમાં 66*ના સ્કોર સુધી પહોંચી, જેમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે.

ન્યુઝીલેન્ડના બેટ્સમેનોની ઈનિંગ્સ નિરર્થક ગઈ

ફખર ઝમાનના તોફાન અને આકાશમાંથી પડેલા વરસાદે ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોની શાનદાર ઇનિંગ્સને સંપૂર્ણપણે બરબાદ કરી દીધી હતી. ટીમ માટે યુવા ઓલરાઉન્ડર રચિન રવિન્દ્રએ 94 બોલમાં 15 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 108 રન બનાવીને ટૂર્નામેન્ટમાં પોતાની ત્રીજી સદી ફટકારી હતી. આ સિવાય કેપ્ટન કેન વિલિયમસને 10 ફોર અને 2 સિક્સરની મદદથી 95 રન બનાવ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Passenger Plane Crashes In Kazakhstan : 110 મુસાફરો લઈ રશિયા જતું પ્લેન કઝાકિસ્તાનમાં ક્રેશSnowfall In India: ત્રણ દિવસથી દેશની આ જગ્યાઓ પર ભારે હિમ વર્ષા, રસ્તાઓ પર છવાઈ બરફની ચાદરMahisagar:જંગલી ભૂંડના ત્રાસ પાકને બચાવવા ખેડૂતો આખી રાત કરે છે ઉજાગરા, જુઓ સ્થિતિGir Somnath:ગેરકાયદે માછીમારી કરનાર સામે કાર્યવાહી, 10 બોટ સંચાલકો સામે નોંધાઈ ફરિયાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
AUS vs IND: જસપ્રીત બુમરાહે રચી દીધો ઇતિહાસ, બૉક્સિંગ ડે ટેસ્ટ અગાઉ બનાવ્યો અદભૂત રેકોર્ડ
AUS vs IND: જસપ્રીત બુમરાહે રચી દીધો ઇતિહાસ, બૉક્સિંગ ડે ટેસ્ટ અગાઉ બનાવ્યો અદભૂત રેકોર્ડ
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Aadhaar Card: આધાર કાર્ડમાં તમે એક સાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો? જાણી લો નિયમ
Aadhaar Card: આધાર કાર્ડમાં તમે એક સાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો? જાણી લો નિયમ
Kazakhstan: રશિયા જઇ રહેલું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનમાં થયું ક્રેશ, 110 મુસાફરો હતા સવાર
Kazakhstan: રશિયા જઇ રહેલું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનમાં થયું ક્રેશ, 110 મુસાફરો હતા સવાર
Embed widget