શોધખોળ કરો

WTC 2021 Final: આવી હોઈ શકે છે ભારતની પ્લેઇંગ ઇલેવન, ગુજરાતના કેટલા ખેલાડીને મળી શકે સ્થાન ?

ભારત વધારાના બેટ્સમેન કે બોલર તરીકે રમવાનું વિચારે તો જાડેજા અથવા અશ્વિનના સ્થાને હનુમા વિહારી કે મોહમ્મદ સિરાજને તક મળી શકે છે.  કોહલીની કેપ્ટન્સી હેઠળની ભારતીય ટીમ ન્યૂઝિલેન્ડને પરેશાન કરવા માટે બંને સ્પિનરોને સમાવીને સરપ્રાઈઝ આપે તેવી શક્યતા પણ છે.

સાઉથમ્પટનઃ ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે તારીખ ૧૮મી જુનથી ઈંગ્લેન્ડના સાઉથમ્પ્ટનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ (IND vs NZ WTC Final) રમાશે. ભારતે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની (ICC World Test Championship) ફાઈનલ માટે ૧૫ સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. જેમાં કોહલી, શમી જેવા ધૂરંધરોની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયામાં શાનદાર દેખાવ કરનારા શાર્દૂલ ઠાકુરને સ્થાન આપવામાં આવ્ચું નથી. આ  15 અશ્વિન અને જાડેજાની સ્પિન જોડીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ત્રણ ગુજરાતીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

જોકે સૌથી મોટો પ્રશ્ન ત્રણેય ગુજરાતીને ટીમમાં સ્થાન મળશે કે નહીં તે છે. રોહિત શર્મા અને શુબમન ગિલની જોડી ન્યૂઝિલેન્ડ સામેની ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ઓપનિંગ કરશે તે નક્કી મનાય છે. વન ડાઉનમાં ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ચેતેશ્વર પુજારા, ચોથા ક્રમે કેપ્ટન કોહલી, પાંચમા ક્રમે અજિંક્ય રહાણે, છઠ્ઠા ક્રમે રિષભ પંત, સાતમા ક્રમે રવિન્દ્ર જાડેજા, આઠમા ક્રમે અશ્વિન, નવમા ક્રમે ઈશાંત શર્મા, દસમા ક્રમે મોહમ્મદ શમી અને અગિયારમા ક્રમે જસપ્રીત બુમરાહનો સમાવેશ કરવામાં આવી શકે છે.

જો ભારત વધારાના બેટ્સમેન કે બોલર તરીકે રમવાનું વિચારે તો જાડેજા અથવા અશ્વિનના સ્થાને હનુમા વિહારી કે મોહમ્મદ સિરાજને તક મળી શકે છે.  કોહલીની કેપ્ટન્સી હેઠળની ભારતીય ટીમ ન્યૂઝિલેન્ડને પરેશાન કરવા માટે બંને સ્પિનરોને સમાવીને સરપ્રાઈઝ આપે તેવી શક્યતા પણ છે.

ભારત કેમ બે સ્પિનર્સ સાથે ઉતરી શકે છે

સાઉથમ્પ્ટનમાં જબરજસ્ત ગરમી પડી રહી છે અને આ કારણે પીચ ધીમે ધીમે સુકાઈ જશે અને સ્પિનરોને મદદ મળશે. ભારત પરિસ્થિતિને જોતા અશ્વિન અને જાડેજા, એમ બંને સ્પિનરોને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરશે તેમ લેજન્ડરી ક્રિકેટર સુનિલ ગાવસ્કરે જણાવ્યું હતુ. તેમણે એમ પણ કહ્યું અશ્વિન અને જાડેજા માત્ર સ્પિનર્સ નથી. તેઓ ઓલરાઉન્ડર તરીકેની પ્રતિભા પુરવાર કરી ચૂક્યા છે. બંનેની હાજરીને કારણે ભારતની બેટીંગ લાઈનઅપ મજબુત બનશે. તેની સાથે સાથે બોલિંગ આક્રમણ પણ વધુ ધારદાર બનશે. ન્યૂઝિલેન્ડ સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ બાદ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની શ્રેણી રમાશે, ત્યારે પણ ટીમ કોમ્બિનેશન વાતાવરણ અને પીચની સ્થિતિને આધારે નક્કી થશે.

ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન

રોહિત શર્મા, શુબ્મન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), રહાણે (વાઈસ કેપ્ટન),  રિષભ પંત (વિ.કી.), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, જસપ્રી બુમરાહ,  ઈશાંત શર્મા,  મોહમ્મદ શમી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Gold Silver Rate: ચાંદીમાં જોરદાર તેજી, જાણો મહાનગરોમાં પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત
Gold Silver Rate: ચાંદીમાં જોરદાર તેજી, જાણો મહાનગરોમાં પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત
PM કિસાનના  22માં હપ્તાને લઈ અપડેટ: શું 6,000 ના બદલે ખેડૂતોના ખાતામાં 12,000 આવશે ?
PM કિસાનના  22માં હપ્તાને લઈ અપડેટ: શું 6,000 ના બદલે ખેડૂતોના ખાતામાં 12,000 આવશે ?
એલેક્સ કેરીએ ઈતિહાસ રચ્યો, સ્ટીવ સ્મિથનો રેકોર્ડ તોડી આ કારનામું કરનારો પ્રથમ ઓસ્ટ્રેલિયાઈ બેટ્સમેન બન્યો 
એલેક્સ કેરીએ ઈતિહાસ રચ્યો, સ્ટીવ સ્મિથનો રેકોર્ડ તોડી આ કારનામું કરનારો પ્રથમ ઓસ્ટ્રેલિયાઈ બેટ્સમેન બન્યો 

વિડિઓઝ

Surat wall collapse: સુરતમાં દુર્ઘટના, પાર્કિંગની દિવાલ ધરાશાયી થતા દોડધામ
Morbi Accident News: મોરબીના માળિયામાં હિટ એન્ડ રનમાં ચાર પદયાત્રીના મોત
Delhi Air Pollution: પ્રદૂષણ ઘટાડવા દિલ્લી સરકારનો મોટો નિર્ણય
Bomb Scare in Ahmedabad: અમદાવાદની અલગ અલગ સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી
Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Gold Silver Rate: ચાંદીમાં જોરદાર તેજી, જાણો મહાનગરોમાં પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત
Gold Silver Rate: ચાંદીમાં જોરદાર તેજી, જાણો મહાનગરોમાં પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત
PM કિસાનના  22માં હપ્તાને લઈ અપડેટ: શું 6,000 ના બદલે ખેડૂતોના ખાતામાં 12,000 આવશે ?
PM કિસાનના  22માં હપ્તાને લઈ અપડેટ: શું 6,000 ના બદલે ખેડૂતોના ખાતામાં 12,000 આવશે ?
એલેક્સ કેરીએ ઈતિહાસ રચ્યો, સ્ટીવ સ્મિથનો રેકોર્ડ તોડી આ કારનામું કરનારો પ્રથમ ઓસ્ટ્રેલિયાઈ બેટ્સમેન બન્યો 
એલેક્સ કેરીએ ઈતિહાસ રચ્યો, સ્ટીવ સ્મિથનો રેકોર્ડ તોડી આ કારનામું કરનારો પ્રથમ ઓસ્ટ્રેલિયાઈ બેટ્સમેન બન્યો 
Most Used English Letter: અંગ્રેજીમાં કયો અક્ષર લખવામાં કે બોલવામાં સૌથી વધુ વપરાય છે? હકિકત જાણીને ચોંકી જશો
Most Used English Letter: અંગ્રેજીમાં કયો અક્ષર લખવામાં કે બોલવામાં સૌથી વધુ વપરાય છે? હકિકત જાણીને ચોંકી જશો
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
ભારતમાં Toyota જલદી લોન્ચ કરશે પોતાની પ્રથમ Electric Car, 500 કિમીથી વધુ હશે રેન્જ, જાણો કિંમત
ભારતમાં Toyota જલદી લોન્ચ કરશે પોતાની પ્રથમ Electric Car, 500 કિમીથી વધુ હશે રેન્જ, જાણો કિંમત
અચાનક હોસ્પિટલમાં ભરતી થયો યશસ્વી જયસ્વાલ, જાણો સૈયદ મુશ્તાક અલી ટ્રોફી વચ્ચે ક્રિકેટરને શું થયું?
અચાનક હોસ્પિટલમાં ભરતી થયો યશસ્વી જયસ્વાલ, જાણો સૈયદ મુશ્તાક અલી ટ્રોફી વચ્ચે ક્રિકેટરને શું થયું?
Embed widget