WTC 2021 Final IND v NZ : ન્યૂઝિલેન્ડ ટેસ્ટ ચેમ્પિયન, ભારતને 8 વિકેટથી આપી હાર
મેચના પાંચમા દિવસે ભારતે 2 વિકેટ ગુમાવીને 64 રન બનાવ્યા હતા અને ન્યૂઝિલેન્ડ પર લીડ લીધી હતી. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન કોહલી 8 રને અને ચેતેશ્વર પુજારા 12 રને રમતમાં હતા.
Background
WTC Final 2021: ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો આજે અંતિમ દિવસ હતો. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ વખત રિઝર્વ ડેના દિવસે મેચ રમાઈ હતી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ટ્રોફી ન્યૂઝિલેન્ડે જીતવાની સાથે જ ઈતિહાસ રચ્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ વખત ચેમ્પિયનશીપ જીતનારી ટીમ બની હતી.
ભારતની હાર
ન્યૂઝિલેન્ડે આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારતને 8 વિકેટથી હરાવવાની સાથે જ પ્રથમ વખત આઈસીસી ટ્રોફી જીતી હતી. ભારતે મેચ જીતવા આપેલા 139 રનના લક્ષ્યાંકને ન્યૂઝિલેન્ડે 2 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. ન્યૂઝિલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન 52 રને અને રોસ ટેલર 47 રને અણનમ રહ્યા હતા.
અશ્વિને અપાવી બીજી સફળતા
અશ્વિને ભારતને બીજી સફળતા અપાવી છે. કોન્વે 19 રન બનાવી અશ્વિનની ઓવરમાં એલબીડબલ્યુ આઉટ થયો હતો. ન્યૂઝીલેન્ડને વિજેતા બનવા 95 રનની જરૂર છે. અશ્વિને લાથમને 9 રને સ્ટંપ આઉટ કરાવી ભારતને પ્રથમ સફળતા અપાવી હતી.


















