શોધખોળ કરો

WTC Final: કેટલી છે પ્રાઇસ મની અને કેમ લૉર્ડ્સમાં નથી રમાઇ રહી ફાઇનલ ? જાણો WTCના 10 રોચક સવાલોના જવાબો.....

ફાઇનલ મેચ આવતીકાલે બુધવાર, 7 જૂનથી ઓવલમાં રમાશે, ઓસ્ટ્રેલિયા અને ભારતની ટીમો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલમાં આમને સામને મેદાન પર ચેમ્પીયન બનવા માટે ટકરાશે.

WTC Final Prize Money, All You Need To Know: આવતીકાલથી આઇસીસીની સૌથી મોટી ઇવેન્ટ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ 2023ની શરૂઆત થઇ રહી છે. ટેસ્ટ ક્રિકેટનો મહાકુંભ હવે સમાપ્ત થવાના આરે છે. બે વર્ષ પહેલા શરૂ થયેલી ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ હવે ફાઇનલ મેચ સુધી પહોંચી ગઈ છે. ફાઇનલ મેચ આવતીકાલે બુધવાર, 7 જૂનથી ઓવલમાં રમાશે, ઓસ્ટ્રેલિયા અને ભારતની ટીમો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલમાં આમને સામને મેદાન પર ચેમ્પીયન બનવા માટે ટકરાશે. પરંતુ આ પહેલા જાણી લો આ ઇવેન્ટના 10 મોટા સવાલો અને તેના જવાબો...... 

પહેલો સવાલ- લૉર્ડ્સમાં કેમ નથી રમાડાઇ રહી ફાઇનલ મેચ ?
કેટલાક સ્પૉન્સર કારણોસર આ વર્ષે પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઈનલ લૉર્ડ્સના મેદાન પર નથી રમાઈ રહી. અગાઉ આ ટૂર્નામેન્ટની પ્રથમ એડિશનની ફાઈનલ પણ લૉર્ડ્સમાં રમાઈ ન હતી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ 2021ની ફાઈનલ સાઉથમ્પટનના મેદાન પર રમાઈ હતી. વળી, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ 2023ની ફાઇનલ લંડનના કેનિંગ્ટન ઓવલમાં રમાશે.

બીજો સવાલ- વરસાદ પડશે તો શું થશે ?
વરસાદને ધ્યાનમાં રાખીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઈનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જોકે, રિઝર્વ ડેનો યૂઝ ત્યારે જ કરવામાં આવશે જ્યારે કોઈ દિવસે વરસાદને કારણે રમત રમી શકાતી નથી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની પ્રથમ એડિશનની ફાઈનલ પણ રિઝર્વ ડે પર ગઈ હતી, જે ન્યૂઝીલેન્ડે જીતી હતી.

ત્રીજો સવાલ- કયા બૉલથી રમાશે ફાઇનલ ?
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ ફાઇનલ 2023 ડ્યૂક બૉલથી રમાશે. ન્યૂટ્રલ ગ્રાઉન્ડની જેમ આ બૉલ પણ બંને ટીમો માટે ન્યૂટ્રલ રહેશે, કારણ કે ભારતમાં ટેસ્ટ મેચ એસજી બૉલથી રમાય છે, જ્યારે ઓસ્ટ્રેલિયામાં કુકાબુરા બૉલનો ઉપયોગ થાય છે.

ચોથો સવાલ- કેમ રમાઇ રહી છે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ ?
ટેસ્ટ ક્રિકેટમાં ઉત્સાહ વધારવા માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ શરૂ કરવામાં આવી હતી. તેની શરૂઆત 2019માં થઈ હતી. આ ટૂર્નામેન્ટ બે વર્ષ ચાલે છે અને પછી તેની ફાઇનલ મેચ રમાય છે.

પાંચમો સવાલ- વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપનું મહત્વ ?
2002 થી ICC દર વર્ષે ટેસ્ટ રેન્કિંગમાં ટોચની ટીમને ટ્રૉફી આપે છે, પરંતુ 2019થી ICC એ આમાં ફેરફાર કર્યો છે. ICC એ નવ ટીમોની લીગ શરૂ કરી, જેને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ નામ આપવામાં આવ્યું. આની એક એડિશન બે વર્ષની છે. આ 9 ટીમોમાંથી ફાઈનલ પૉઈન્ટ ટેબલમાં ટોચની બે ટીમો વચ્ચે રમાય છે.

છઠ્ઠો સવાલ- વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની પહેલી ટ્રૉફી કોણે જીતી ?
ન્યૂઝીલેન્ડે 2019 અને 2021 વચ્ચે રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની પ્રથમ ટ્રૉફી જીતી હતી. કિવી ટીમે ફાઈનલ મેચમાં ભારતને હરાવ્યું હતું.

સાતમો સવાલ- જો ફાઇનલ મેચ ડ્રૉ થઇ તો કોણ બનશે વિજેતા ?
જો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલ મેચ ડ્રૉ અથવા ટાઈમાં સમાપ્ત થાય છે, તો ભારત અને ઓસ્ટ્રેલિયાને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે.

આઠમો સવાલ- શું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપમાં પણ ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ છે ?
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપમાં ઇમ્પેક્ટ પ્લેયરનો કોઇ નિયમ નથી. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ હજુ સુધી લાગુ કરવામાં આવ્યો નથી.

નવમો સવાલ- કેટલા વાગે શરૂ થશે ફાઇનલ ?
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલ મેચ ભારતના સમય અનુસાર બપોરે 3 વાગ્યાથી શરૂ થશે. આ મેચ ઈંગ્લેન્ડના કેનિંગ્ટન ઓવલમાં રમાશે.

દસમો સવાલ- વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની પ્રાઇઝ મની કેટલી છે ?
આ વખતે ટાઈટલ જીતનાર ટીમને લગભગ 13.22 કરોડ રૂપિયા મળશે. વળી, ફાઇનલમાં હારનાર ટીમને લગભગ 6.61 કરોડ રૂપિયા આપવામાં આવશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની અગાઉની એડિશનમાં પણ ઈનામી રકમ સમાન હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 26000 ને પાર
શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 26000 ને પાર

વિડિઓઝ

Kutch Cyber Fraud: કચ્છમાં સૌથી મોટા સાયબર રેકેટનો પર્દાફાશ
Valsad Incident: વલસાડમાં ઓરંગા નદી પર પૂલની કામગીરી સમયે દુર્ઘટના
Himmatnagar Closed: ‘હુડા' નો જોરદાર વિરોધ, હિંમનતગર સવારથી સજ્જડ બંધ
Japan Earthquake news: જાપાનમાં 6.5ની તિવ્રતાનો વિનાશકારી ભૂકંપ
Shivraj Patil Death: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું નિધન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 26000 ને પાર
શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 26000 ને પાર
15 હજાર ફૂટની ઉંચાઈએ પ્લેનની ટેલમાં ફસાયો સ્કાયડાઇવર,જુઓ સમગ્ર ઘટનાનો દિલધડક વીડિયો
15 હજાર ફૂટની ઉંચાઈએ પ્લેનની ટેલમાં ફસાયો સ્કાયડાઇવર,જુઓ સમગ્ર ઘટનાનો દિલધડક વીડિયો
નવા લેબર કોડથી બદલાશે તમારી સેલેરી ? PF, ગ્રેચ્યુટીથી લઈ પગાર સુધી થયા બદલાવ, જાણો ડિટેલ્સ 
નવા લેબર કોડથી બદલાશે તમારી સેલેરી ? PF, ગ્રેચ્યુટીથી લઈ પગાર સુધી થયા બદલાવ, જાણો ડિટેલ્સ 
ભારતમાં લોન્ચ થઈ ડાયાબિટીસને કંટ્રોલ કરનારી દવા  Ozempic, જાણો શું છે કિંમત 
ભારતમાં લોન્ચ થઈ ડાયાબિટીસને કંટ્રોલ કરનારી દવા  Ozempic, જાણો શું છે કિંમત 
રાશનકાર્ડ ધારકોએ ઝડપથી કરવું જોઈએ આ કામ, મફત રાશન મેળવવામાં થઈ શકે છે મુશ્કેલી 
રાશનકાર્ડ ધારકોએ ઝડપથી કરવું જોઈએ આ કામ, મફત રાશન મેળવવામાં થઈ શકે છે મુશ્કેલી 
Embed widget