શોધખોળ કરો

WTC Final: ન્યૂટ્રલ ગ્રાઉન્ડ, ત્રણ નવા નિયમ અને સ્પેશ્યલ બૉલ... જાણો ભારત-ઓસ્ટ્રેલિયાની વચ્ચે ફાઇનલના રોચક ફેક્ટ્સ......

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી 7મી જૂનથી આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલ મેચ રમાશે, આ ટેસ્ટ મેચમાં બન્ને ટીમો ટ્રૉફી માટે આમને સામને ટકરાશે.

India vs Australia, WTC Final: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી 7મી જૂનથી આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલ મેચ રમાશે, આ ટેસ્ટ મેચમાં બન્ને ટીમો ટ્રૉફી માટે આમને સામને ટકરાશે. બંને ટીમો વચ્ચેની આ શાનદાર મેચ ન્યુટ્રલ ગ્રાઉન્ડ પર રમાશે અને આ મેચમાં ત્રણ નવા નિયમો લાગુ પડશે. વળી, આ ટાઇટલ મેચ કુકાબુરા અથવા એસજી બૉલને બદલે ખાસ પ્રકારના બૉલથી રમાશે.

ઇંગ્લેન્ડના મેદાન પર રમાશે ફાઇનલ મેચ  - 
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશિપની બીજી આવૃત્તિની અંતિમ મેચ ઈંગ્લેન્ડના કેનિંગ્ટન ઓવલ ખાતે રમાશે. 7 થી 11 જૂન વચ્ચે રમાનારી આ મેગા મેચ માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. ભારતીય સમય અનુસાર આ મેચ બપોરે 3 વાગ્યાથી શરૂ થશે.

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારત, હેડ ટૂ હેડ રેકોર્ડ - 
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં કુલ 106 ટેસ્ટ મેચ રમાઈ છે, જેમાં ઓસ્ટ્રેલિયાએ 44 અને ભારતે 32 મેચ જીતી છે. વળી, 29 ટેસ્ટ મેચ ડ્રૉમાં પરિણમી છે, અને 1 ટાઈ રહી છે.

ડ્યૂક બૉલથી રમાશે ફાઇનલ ટેસ્ટ - 
ટેસ્ટ ક્રિકેટ ભારતમાં SG બૉલથી અને ઓસ્ટ્રેલિયામાં કૂકાબુરાથી રમાય છે. વળી, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશિપની ફાઇનલ મેચ ડ્યૂક બૉલથી રમાશે. ભારતીય ટીમે IPL દરમિયાન જ ડ્યૂક બૉલથી પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી, જેથી ટીમને વધુ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

ફાઇનલમાં જોવા મળશે આ ત્રણ નવા નિયમો - 
1- ફાસ્ટ બૉલરોનો સામનો કરતી વખતે બેટ્સમેન માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત રહેશે.
2- ફાસ્ટ બૉલિંગ સામે સ્ટમ્પની સામે વિકેટકીપિંગ કરતી વખતે વિકેટકીપરનું હેલ્મેટ પહેરવું ફરજિયાત રહેશે.
3- જો વિકેટની સામે ફિલ્ડર બેટ્સમેનની નજીક ફિલ્ડિંગ કરે છે, તો તેના માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત રહેશે.

ઈંગ્લેન્ડમાં બેટિંગ સરળ નથી - રોહિત શર્મા

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ વધુમાં કહ્યું કે મારું માનવું છે કે તમારે હંમેશા ક્રિઝ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. જો તમે તમારું ધ્યાન ગુમાવો છો તો તમારી સમસ્યાઓ વધી શકે છે.  રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ પહેલા પોતાની વાત સામે રાખી રહ્યો હતો.   આ સિવાય ટીમ ઈન્ડિયાના કેપ્ટને જણાવ્યું   કે એક બેટ્સમેન તરીકે ઈંગ્લેન્ડની પીચો પર રમવામાં શું-શું મુશ્કેલીઓ આવે છે. જો કે તેણે કહ્યું કે અમારી ટીમ આ પડકાર માટે તૈયાર છે.

શું ટીમ ઈન્ડિયા આ વખતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતી શકશે ?

ઉલ્લેખનીય છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ટીમ ઈન્ડિયા સામે કાંગારુઓનો સામનો થશે. બંને ટીમો 7મી જૂનથી ઓવલના મેદાન પર આમને-સામને થશે. ભારતીય ટીમ સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી છે. જો કે આ પહેલા ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ વખતે ભારતીય ચાહકોને આશા છે કે રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ ચોક્કસપણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જીત મેળવવામાં સફળ થશે. 

ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન – રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી અજિંક્ય રહાણે, રવિન્દ્ર જાડેજા, કેએસ ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
Embed widget