શોધખોળ કરો

18 વિકેટ અને 437 રન, ચોથા દિવસે કાનપુરમાં જોવા મળી જબરદસ્ત એક્શન, ભારત-બાંગ્લાદેશ ટેસ્ટ રોમાંચક મૉડમાં

IND vs BAN 2nd Test Day 4 Report: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની આજે બીજી ટેસ્ટ મેચમાં ચોથા દિવસની રમતના અંત સુધીમાં બાંગ્લાદેશે 2 વિકેટ ગુમાવીને 26 રન બનાવી લીધા છે

IND vs BAN 2nd Test Day 4 Report: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની આજે બીજી ટેસ્ટ મેચમાં ચોથા દિવસની રમતના અંત સુધીમાં બાંગ્લાદેશે 2 વિકેટ ગુમાવીને 26 રન બનાવી લીધા છે. બીજા અને ત્રીજા દિવસ વરસાદથી સંપૂર્ણપણે ધોવાઈ ગઇ હતી અને તે પછી બાંગ્લાદેશે તેની ઇનિંગ્સ 107 રન સુધી લંબાવી હતી. ચોથા દિવસની રમતમાં કુલ 18 વિકેટ પડી હતી અને દિવસ દરમિયાન કુલ 437 રન થયા હતા. બાંગ્લાદેશ તરફથી બીજી ઈનિંગમાં શાદમાન ઈસ્લામે 7 રન બનાવ્યા હતા અને પ્રથમ દાવનો સદી કરનારો મોમિનુલ હક હજુ સુધી બીજી ઈનિંગમાં પોતાનું ખાતું ખોલી શક્યો નથી.

ભારતે 285 રનના સ્કૉર પર પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. બાંગ્લાદેશ ફરી બેટિંગ કરવા આવ્યો ત્યારે શાદમાન ઈસ્લામ અને ઝાકિર હસન વિકેટ બચાવવાના ઈરાદાથી રમતા જોવા મળ્યા હતા. પરંતુ રવિચંદ્રન અશ્વિને આ સંરક્ષણાત્મક વ્યૂહરચનાનો પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો હતો. તેના ફરતા બોલે બીજી ઇનિંગમાં બાંગ્લાદેશની 2 વિકેટ ઝડપી હતી. ચોથા દિવસે બાંગ્લાદેશનો સ્કૉર 2 વિકેટના નુકસાને 26 રન પર પહોંચી ગયો છે અને તે હજુ પણ બીજા દાવમાં ભારત કરતાં 26 રનથી પાછળ છે.

ભારતે બાંગ્લાદેશને સસ્તામાં નિપટાવ્યું 
પ્રથમ દિવસે 35 ઓવરની રમત રમાઈ હતી જેમાં બાંગ્લાદેશે 3 વિકેટના નુકસાન પર 107 રન બનાવ્યા હતા. ચોથા દિવસે મેદાન પર આવ્યા બાદ મુશ્ફિકુર રહીમ 11 રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ મોમિનુલ હક બીજા છેડેથી અંત સુધી ક્રિઝ પર રહ્યો હતો. તેણે 107 રનની અણનમ ઇનિંગ રમી અને પોતાની ટીમને 233ના સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વનું યોગદાન આપ્યું. ભારત તરફથી પ્રથમ દાવમાં જસપ્રીત બુમરાહે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી.

ભારતે બેટિંગમાં મચાવી ધમાલ  
ભારતીય ઓપનિંગ બેટ્સમેન, યશસ્વી જાયસ્વાલ અને રોહિત શર્માએ આવતાની સાથે જ તોફાની બેટિંગ શરૂ કરી હતી. જાયસ્વાલ અને રોહિતે મળીને માત્ર 3 ઓવરમાં 51 રન બનાવ્યા હતા. રોહિત શર્મા 23 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે બીજી તરફ જાયસ્વાલે માત્ર 31 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી અને તેની ઈનિંગ્સ 72 રન પર સમાપ્ત થઈ ગઈ હતી. મેચમાં માત્ર એક જ દિવસ બાકી હોવાથી તમામ ભારતીય બેટ્સમેનો બોલને ફટકારવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતર્યા હતા. વિરાટ કોહલીએ ઝડપી અને 47 રનની ઈનિંગ રમીને ભારતને 285ના સ્કોર સુધી લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી જ્યારે કેએલ રાહુલે 68 રનની ઝડપી અને કમ્પોઝ ઈનિંગ રમી હતી. ભારતે 285 રન પર પોતાનો દાવ ડિકલેર કર્યો હતો.

આ પણ વાંચો

WHAT A CATCH... 37 વર્ષના રોહિતની ગજબની સ્ફૂર્તિ, હવામાં ઉછળી અદભૂત કેચ પકડ્યો, વીડિયો વાયરલ 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટના ડેપ્યુટી મેયર  અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
રાજકોટના ડેપ્યુટી મેયર અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત
Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત
Geyser Safety Tips: ઠંડીમાં ગીઝરનો ઉપયોગ કરતા અગાઉ આ બાબતોનું રાખો ધ્યાન, નહી થાય કોઇ દુર્ઘટના
Geyser Safety Tips: ઠંડીમાં ગીઝરનો ઉપયોગ કરતા અગાઉ આ બાબતોનું રાખો ધ્યાન, નહી થાય કોઇ દુર્ઘટના
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khambhat Protest : ખંભાતમાં ધાર્મિક ગ્રંથના અપમાનને લઈ મુસ્લિમોમાં ભારે રોષ, પોલીસ સ્ટેશનનો ઘેરાવPatan Medical Collage Ragging Case : ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીનું મોત, 15 વિદ્યાર્થી સસ્પેન્ડHun To Bolish : હું તો બોલીશ : ટપોરીઓ બનશે ડૉક્ટર?Hun To Bolish : હું તો બોલીશ : રોડ પર યમરાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટના ડેપ્યુટી મેયર  અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
રાજકોટના ડેપ્યુટી મેયર અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત
Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત
Geyser Safety Tips: ઠંડીમાં ગીઝરનો ઉપયોગ કરતા અગાઉ આ બાબતોનું રાખો ધ્યાન, નહી થાય કોઇ દુર્ઘટના
Geyser Safety Tips: ઠંડીમાં ગીઝરનો ઉપયોગ કરતા અગાઉ આ બાબતોનું રાખો ધ્યાન, નહી થાય કોઇ દુર્ઘટના
G20 Summit: નાઇજીરિયા બાદ જી-20 સમિટ માટે બ્રાઝિલ પહોંચ્યા PM મોદી, કરાયું ભવ્ય સ્વાગત
G20 Summit: નાઇજીરિયા બાદ જી-20 સમિટ માટે બ્રાઝિલ પહોંચ્યા PM મોદી, કરાયું ભવ્ય સ્વાગત
મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક
મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક
Railway Recruitment 2024: રેલવેમાં બહાર પડી ભરતી, 10 અને 12 પાસ પણ કરી શકશે અરજી
Railway Recruitment 2024: રેલવેમાં બહાર પડી ભરતી, 10 અને 12 પાસ પણ કરી શકશે અરજી
'VPN હરામ છે', પાકિસ્તાનમાં ફતવો જારી, જાણો પાડોશી દેશમાં ઈન્ટરનેટને લઈને કેમ મચ્યો છે હંગામો?
'VPN હરામ છે', પાકિસ્તાનમાં ફતવો જારી, જાણો પાડોશી દેશમાં ઈન્ટરનેટને લઈને કેમ મચ્યો છે હંગામો?
Embed widget