Yashasvi Jaiswal: યશસ્વી જયસ્વાલે ફટકારી 7મી ટેસ્ટ સદી, એક જ ઝાટકે કોહલી અને ગાંગુલીને છોડ્યા પાછળ
Yashasvi Jaiswal Century: દિલ્હીમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટની પહેલી ઇનિંગમાં યશસ્વી જયસ્વાલે શાનદાર સદી ફટકારી હતી. તેણે પહેલા દિવસના બીજા સત્રમાં પોતાની સદી પૂરી કરી હતી.

Yashasvi Jaiswal Century: દિલ્હીમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટની પહેલી ઇનિંગમાં યશસ્વી જયસ્વાલે શાનદાર સદી ફટકારી હતી. તેણે પહેલા દિવસના બીજા સત્રમાં પોતાની સદી પૂરી કરી હતી. આ ઇનિંગમાં તેણે પોતાના 3,000 આંતરરાષ્ટ્રીય રન પણ પૂરા કર્યા હતા, અને સૌથી ઓછી ઇનિંગમાં આ સીમાચિહ્ન સુધી પહોંચવાના મામલામાં વિરાટ કોહલી, સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડ જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા હતા.
📸📸
— BCCI (@BCCI) October 10, 2025
A 💯 to remember 😍
Rate Yashasvi Jaiswal's innings so far 👇
Updates ▶ https://t.co/GYLslRyLf8#TeamIndia | #INDvWI | @IDFCFIRSTBank | @ybj_19 pic.twitter.com/3LY101kuna
યશસ્વી જયસ્વાલ સૌથી ઓછી ઇનિંગમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 3,000 રન બનાવનાર બેટ્સમેન બન્યો છે. તેણે પોતાની 71મી ઇનિંગમાં આ સીમાચિહ્ન હાંસલ કર્યો છે. જયસ્વાલે એક ODIમાં 15 રન અને 23 T20 મેચની 22 ઇનિંગમાં 723 રન બનાવ્યા છે. આ જયસ્વાલની 48મી ટેસ્ટ ઇનિંગ છે, જેમાં તેણે પોતાની 7મી ટેસ્ટ સદી ફટકારી છે. તેની પાસે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં પણ એક સદી છે.
સૌથી ઓછી ઇનિંગ્સમાં 3000 આંતરરાષ્ટ્રીય રન બનાવનારા ભારતીયો
69 - સુનિલ ગાવસ્કર
71 - યશસ્વી જયસ્વાલ
74 - સૌરવ ગાંગુલી
77 - શુભમન ગિલ
79 - પોલી ઉમરીગર
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની શ્રેણીની બીજી ટેસ્ટ મેચ અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી.
અરુણ જેટલી સ્ટેડિયમ પિચ રિપોર્ટ
પિચ લાલ માટીની છે અને તેમાં વધુ બાઉન્સર નહીં હોય, તેથી આજે બેટ્સમેનનો દિવસ હોવાની શક્યતા છે. આજે વધુ સ્પિન નહીં હોય, પરંતુ બીજા કે ત્રીજા દિવસે સ્પિન જોવા મળી શકે છે.
વેસ્ટ ઈન્ડિઝની પ્લેઇંગ-11માં 2 ફેરફારો
જોન કેમ્પબેલ, તેજનારીન ચંદ્રપોલ, એલિક એથાનાસે, શાઈ હોપ, કેવોન ઈમલાચ (વિકેટકીપર), રોસ્ટન ચેઝ (કેપ્ટન), જસ્ટિન ગ્રીવ્સ, ખારી પિયર, જોમેલ વોરિકન, એન્ડરસન ફિલિપ, જેડેન સીલ્સ.
ભારતની પ્લેઇંગ-11
યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.




















