ટી20 વર્લ્ડકપ વચ્ચે ભારતના આ પૂર્વ ક્રિકેટરે મેદાન પર ઉતરવાની કરી જાહેરાત, જીતાડી ચુક્યો છે બે વર્લ્ડકપ
Yuvraj Singh: ભારતના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન યુવરાજ સિંહે મેદાન પર ઉતરવાની જાહેરાત કરી છે.
T20 World Cup ભારત માટૈ ખરાબ સપનાથી ઓછો નથી. પહેલા પાકિસ્તાન અને બાદમાં ન્યૂઝીલેન્ડ સામે હારથી ટીમ ઈન્ડિયાની સેમિ ફાઈનલમાં પહોંચવાની આશા ધૂંધળી બની છે. આ દરમિયાન ભારતના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન યુવરાજ સિંહે મેદાન પર ઉતરવાની જાહેરાત કરી છે.
યુવરાજ સિહેં શું લખી પોસ્ટ
યુવરાજ સિંહે તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં આ જાણકારી આપી છે. તેણે એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે અંતિમ ઈન્ટરનેશનલ સદી ફટકારતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં બોલિવૂડનું જાણીતું ગીત પણ વાગી રહ્યું છે. યુવીએ કેપ્શનમાં લખ્યું, ભગવાન તમારી મંજિલ નક્કી કરે છે. ફેબ્રુઆરી મહિનામાં ફેંસની ડિમાંડ પર ફરીથી પીચ પર વાપસી કરીશ. તમારા પ્રેમ અને પ્રાર્થના માટે આભાર, આ મારા માટે ખૂબ મોટી વાત છે. હંમેશા સપોર્ટ કરતા રહેજો અને આજ એક સાચા ફેનની નિશાની હોય છે.
2007ના ટી20 વર્લ્ડકપમાં છ બોલમાં છ સિક્સ મારી હતી
યુવરાજની પોસ્ટ બાદ તે મેદાન પર રમતો ફરી નજરે પડશે તેવી અટકળો થઈ રહી છે. ભારતના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન યુવરાજ સિંહે ઈંગ્લેન્ડ સામે છ બોલમાં સળંગ છ સિક્સર ફટકારી હતી. જેનાથી તે સિક્સર કિંગ તરીકે જાણીતો બન્યો હતો. જોકે યુવરાજે તે કઈ ટુર્નામેન્ટમાં રમશે તેનો કોઈ ખુલાસો કર્યો નથી.
2019માં લીધો સંન્યાસ
યુવરાજ સિંહે 2019માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. જે બાદ ગ્લોબલ કેનેડા ટી-20 લીગ અને રોડ સેફ્ટી સીરિઝમાં રમતો જોવા મળ્યો હતો. ભારતને 2007નો ટી20 વર્લ્ડકપ અને 2011નો વન ડે વર્લ્ડકપ જીતાડવામાં યુવરાજનો સિંહ ફાળો હતો.
View this post on Instagram