શોધખોળ કરો

Cricket: ઝિમ્બાબ્વેએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ,T-20Iમાં સૌથી વધુ રન બનાવી રચ્યો ઈતિહાસ

Cricket: ઝિમ્બાબ્વેએ ગેમ્બિયા સામે ઈતિહાસ રચ્યો છે. તે હવે T-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારી ટીમ બની ગઈ છે.

Zimbabwe cricket team created world record:  ઝિમ્બાબ્વેએ ICC મેન્સ T20 વર્લ્ડ કપ રિજનલ ક્વોલિફાયર મેચમાં ગેમ્બિયા સામે ઇતિહાસ રચ્યો અને T20 આંતરરાષ્ટ્રીય મેચમાં સૌથી વધુ રન બનાવનાર ટીમ બની. આ મેચમાં ઝિમ્બાબ્વેએ ગેમ્બિયા સામે 20 ઓવરમાં 344 રન બનાવીને ઈતિહાસ રચ્યો હતો. આ પહેલા ભારત બાંગ્લાદેશ સામે ટી-20માં સૌથી વધુ રન બનાવનારી બીજી ટીમ બની હતી. પરંતુ ઝિમ્બાબ્વેના નવા રેકોર્ડ બાદ ભારત હવે ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. ભારતે તાજેતરમાં બાંગ્લાદેશ સામે 297 રન બનાવ્યા હતા.

 

ઝિમ્બાબ્વેએ 344 રન બનાવ્યા હતા
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 344 રન બનાવ્યા હતા. ઓપનર બ્રાયન બેનેટે 26 બોલમાં 50 રન બનાવ્યા હતા જ્યારે મારુમાનીએ 19 બોલમાં 326ના સ્ટ્રાઈક રેટથી 62 રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વેએ આ મેચમાં વિરોધી ટીમ સામે વિસ્ફોટક બેટિંગ કરી હતી અને 344 રન બનાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. ઝિમ્બાબ્વેએ નેપાળનો રેકોર્ડ તોડ્યો, જે અગાઉ T20I માં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ધરાવે છે. નેપાળે 314 રન બનાવ્યા હતા.

T-20Iમાં સૌથી વધુ રન બનાવનારી ટીમ
ઝિમ્બાબ્વેએ હવે T-20Iમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવી લીધો છે. આ પછી નેપાળ 314 રન સાથે બીજા સ્થાને છે. જ્યારે ભારતીય ટીમ ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયાએ 297 રન બનાવ્યા હતા. ચોથા સ્થાને ફરી ઝિમ્બાબ્વે  છે જેણે 286 રન બનાવ્યા હતા. 

સિકંદર રઝાની તોફાની ઇનિંગ્સ
આ મેચમાં ઝિમ્બાબ્વે તરફથી સિકંદર રઝાએ સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 309.30ના સ્ટ્રાઈક રેટ સાથે 133 રનની શાનદાર ઈનિંગ રમી હતી. પોતાની ઇનિંગમાં સિકંદરે 15 સિક્સર અને 7 ફોર ફટકારી હતી. તેણે માત્ર 43 બોલમાં આ સિદ્ધિ મેળવી હતી. હવે સિકંદરની ઈનિંગ્સ આખી દુનિયામાં ચર્ચાનો વિષય બની ગઈ છે.

મુસા જોબારતેહે ચાર ઓવરમાં 93 રન આપ્યા 
હવે આ ઈનિંગમાં બનેલા અન્ય રેકોર્ડ વિશે જાણીએ. ગેમ્બિયાના બોલર મુસા જોબારતે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટનો સૌથી મોંઘો સ્પેલ કર્યો. તેણે પોતાની ચાર ઓવરમાં કુલ 93 રન આપ્યા અને કોઈ વિકેટ મળી ન હતી. જો તેણે 7 રન વધુ આપ્યા હોત તો ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોઈ બોલરે 100 રન આપ્યા હોય તેવું પહેલીવાર બન્યું હોત. જો કે હજુ પણ મુસા જોબરતેહનું નામ રેકોર્ડ બુકમાં નોંધાયેલું છે. સિકંદર રઝાએ માત્ર 33 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ રીતે તે T20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી સદી ફટકારનાર સંયુક્ત બીજો બેટ્સમેન પણ બની ગયો છે. ઝિમ્બાબ્વે દ્વારા ઇનિંગ્સ દરમિયાન કુલ 27 સિક્સર ફટકારવામાં આવી હતી, જે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પ્રથમ વખત બન્યું છે. જો કે, ગેમ્બિયાની બેટિંગ હજુ બાકી છે અને બીજા ઘણા નવા રેકોર્ડ બનતા જોઈ શકાશે.

આ પણ વાંચો...

ટીમ ઈન્ડિયા પછી શ્રેયસ અય્યર મુંબઈની ટીમમાંથી પણ રહેશે બહાર? રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar: ખેડૂતો માટે ખુશખબર, પાક નુકસાન અંગે રાજ્ય સરકારે કરી 1419 કરોડના રાહત પેકેજની જાહેરાત
Gandhinagar: ખેડૂતો માટે ખુશખબર, પાક નુકસાન અંગે રાજ્ય સરકારે કરી 1419 કરોડના રાહત પેકેજની જાહેરાત
Cricket: ઝિમ્બાબ્વેએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ,T-20Iમાં સૌથી વધુ રન બનાવી રચ્યો ઈતિહાસ
Cricket: ઝિમ્બાબ્વેએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ,T-20Iમાં સૌથી વધુ રન બનાવી રચ્યો ઈતિહાસ
Terror Attack In Turkey: તુર્કીની રાજધાનીમાં મોટો આતંકી હુમલો, અનેક લોકોના મોતની આશંકા
Terror Attack In Turkey: તુર્કીની રાજધાનીમાં મોટો આતંકી હુમલો, અનેક લોકોના મોતની આશંકા
MVAમાં સીટ વહેંચણીની જાહેરાત, જાણો કોંગ્રેસ, ઉદ્ધવ અને શરદ પવારની પાર્ટી કેટલી બેઠકો પર લડશે ચૂંટણી
MVAમાં સીટ વહેંચણીની જાહેરાત, જાણો કોંગ્રેસ, ઉદ્ધવ અને શરદ પવારની પાર્ટી કેટલી બેઠકો પર લડશે ચૂંટણી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Farme: પાક નુકસાનીના વળતર મુદ્દે ખેડૂતો માટે સારા સમાચારVav By Poll Election : ગેનીબેનના કૌટુંબિક કાકા ભુરાજી ઠાકોરેને નોંધાવી અપક્ષ ઉમેદવારીDharamshi Patel Funrel: સમાજસેવક ધરમશીની અંતિમ યાત્રામાં હિબકે ચઢ્યું આખું ગામCyclone Dana: 24મી ઓક્ટોબરે દેશના આ રાજ્યો પર ‘દાના’ની અસર..ગુજરાત પર કેટલી અસર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: ખેડૂતો માટે ખુશખબર, પાક નુકસાન અંગે રાજ્ય સરકારે કરી 1419 કરોડના રાહત પેકેજની જાહેરાત
Gandhinagar: ખેડૂતો માટે ખુશખબર, પાક નુકસાન અંગે રાજ્ય સરકારે કરી 1419 કરોડના રાહત પેકેજની જાહેરાત
Cricket: ઝિમ્બાબ્વેએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ,T-20Iમાં સૌથી વધુ રન બનાવી રચ્યો ઈતિહાસ
Cricket: ઝિમ્બાબ્વેએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ,T-20Iમાં સૌથી વધુ રન બનાવી રચ્યો ઈતિહાસ
Terror Attack In Turkey: તુર્કીની રાજધાનીમાં મોટો આતંકી હુમલો, અનેક લોકોના મોતની આશંકા
Terror Attack In Turkey: તુર્કીની રાજધાનીમાં મોટો આતંકી હુમલો, અનેક લોકોના મોતની આશંકા
MVAમાં સીટ વહેંચણીની જાહેરાત, જાણો કોંગ્રેસ, ઉદ્ધવ અને શરદ પવારની પાર્ટી કેટલી બેઠકો પર લડશે ચૂંટણી
MVAમાં સીટ વહેંચણીની જાહેરાત, જાણો કોંગ્રેસ, ઉદ્ધવ અને શરદ પવારની પાર્ટી કેટલી બેઠકો પર લડશે ચૂંટણી
BRICS Summit 2024: પીએમ મોદીએ બ્રિક્સમાં આતંકવાદ પર કર્યો પ્રહાર! ચીન-રશિયા સામે કહ્યું- બેવડા ધોરણો માટે કોઈ સ્થાન નથી
BRICS Summit 2024: પીએમ મોદીએ બ્રિક્સમાં આતંકવાદ પર કર્યો પ્રહાર! ચીન-રશિયા સામે કહ્યું- બેવડા ધોરણો માટે કોઈ સ્થાન નથી
Fastest T20I Century: ઝિમ્બાબ્વેના સિકંદર રઝાએ મેદાન પર વર્તાવ્યો કહેર, તોડ્યો સૌથી ઝડપી સદી ફટકારવાનો રોહિતનો રેકોર્ડ
Fastest T20I Century: ઝિમ્બાબ્વેના સિકંદર રઝાએ મેદાન પર વર્તાવ્યો કહેર, તોડ્યો સૌથી ઝડપી સદી ફટકારવાનો રોહિતનો રેકોર્ડ
EXCLUSIVE: કાળિયાર નહીં, આ કારણે સલમાન ખાનની પાછળ પડ્યો છે લોરેન્સ બિશ્નોઈ, દિલ્હી પોલીસ સામે કર્યો મોટો ખુલાસો
EXCLUSIVE: કાળિયાર નહીં, આ કારણે સલમાન ખાનની પાછળ પડ્યો છે લોરેન્સ બિશ્નોઈ, દિલ્હી પોલીસ સામે કર્યો મોટો ખુલાસો
CM Letter: જયેશ રાદડિયાનો મુખ્યમંત્રીને પત્ર, 'અતિવૃષ્ટિથી પાક નુકસાન થયું, સૌરાષ્ટ્રના ખેડૂતોને વળતર આપો...'
CM Letter: જયેશ રાદડિયાનો મુખ્યમંત્રીને પત્ર, 'અતિવૃષ્ટિથી પાક નુકસાન થયું, સૌરાષ્ટ્રના ખેડૂતોને વળતર આપો...'
Embed widget