શોધખોળ કરો
Advertisement
કયા ક્રિકેટરની પત્ની સાથે ધોળા દિવસે લૂંટારૂએ લૂંટ ચલાવી, ક્રિકેટરનું નામ જાણીને ચોંકી જશો
ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ કેપ્ટન બ્રેન્ડન ટેલરની પત્ની સાથે બુધવારે ધોળાદિવસે લૂંટ ચલાવવામાં આવી હતી. ટેલરની પત્ની પર કેટલાંક કાર સવાર અજાણ્યા શખ્સોએ હુમલો કરીને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો.
ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ કેપ્ટન બ્રેન્ડન ટેલરની પત્ની સાથે બુધવારે ધોળાદિવસે લૂંટ ચલાવવામાં આવી હતી. ટેલરની પત્ની પર કેટલાંક કાર સવાર અજાણ્યા શખ્સોએ હુમલો કરીને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. અજાણ્યા શખ્સોએ ધોળે દહાડે આ લૂંટ ચલાવી હતી. ઝિમ્બાબ્વેના આ ક્રિકેટરે ઘટનાની સમગ્ર જાણકારી આપી હતી.
બ્રેન્ડન ટેલરે આ સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી. તેણે ટ્વીટ કરીને લખ્યું હતું કે, મારા ઘરની બહાર એક ભયાનક સ્થિતિ હતી. હું રસ્તા પર એકબાજુ મારી પત્નીની રાહ જોઈ રહ્યો હતો. ત્યારે મેં 100 મીટર દૂર જ તેની ચીસનો અવાજ સાંભળ્યો હતો તો ત્યાં જઈને મેં જોયું કે ચાર અજાણ્યા શખ્સો મારી પત્ની સાથે જબરજસ્તી કરી રહ્યાં હતાં. હું ત્યાં પહોંચ્યો અને આ શખ્સો બેગ છીનવીને લાલ કલરની કારમાં ફરાર થઈ ગયાં હતાં. બ્રેન્ડન ટેલરે આગળ સ્થિતિ વિશે કહ્યું હતું કે, સારું થયું કે મારી પત્નીએ માત્ર બેગ જ ગુમાવી હતી. બાકી તેની સાથે સ્થિતિ ભયાનક થઈ શકતી હતી.1) Just had an alarming situation outside my house, I was waiting for my wife's return in my driveway. I started hearing her screaming about 100m from my gate, she was getting mugged by 4 armed men. I ran outside and they sped away in red Honda Fit.
— Brendan Taylor (@BrendanTaylor86) May 14, 2019
લોકોમાં ડર છે. પોતાના ઘરમાં જતાં સમયે સતર્ક રહેવું અને અંધારું થયા પછી દરેક રસ્તા બંધ રાખવા. શખ્સો અંધારાનો ફાયદો ઉઠાવીને નુકસાન પહોંચાડવાની કોશિશ કરે છે.2) Fortunately she only lost her handbag and it could of been a lot worse. People are getting desperate, be vigilant when entering your property and try keep off the roads after dark. With all this load shedding we're easy targets.
— Brendan Taylor (@BrendanTaylor86) May 14, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement