શોધખોળ કરો
Advertisement
હાર્દિક પંડ્યાએ ત્રણ મહીનામાં વધાર્યું 7 કિલો વજન, શેર કરી તસવીર
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલ-રાઉન્ડર હાર્દિક પંડ્યા હાલમાં ક્રિકેટથી દૂર છે પરંતુ સોશિયલ મીડિયા પર તે બહુ જ એક્ટિવ રહે છે.
મુંબઈ: ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ કમરની સર્જરી કરાવી અને હવે તે પોતાની ટીમમાં જોડાઇને ફરી ક્રિકેટના મેદાન પર પોતાનું કૌશલ્ય દેખાડવા તત્પર છે. ડી વાય પાટીલ T20માં શાનદાર પ્રદર્શન કરી રહેલા હાર્દિકે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક શર્ટલેસ તસવીર શેર કરી છે.
આ તસવીરને ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા હાર્દિક પંડ્યાએ જણાવ્યું કે તેણે છેલ્લા ત્રણ મહીનામાં 7 કિલો વજન વધાર્યું છે. તે છેલ્લા છ મહિનાથી ટીમ ઇન્ડિયાની બહાર હતો અને તે ટીમમાં પાછા ફરવા માટે ભારે મહેનત કરી રહ્યો છે.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં હાર્દિક ભારત માટે રમતો જોવા મળ્યો હતો અને તે પછી તે ટીમની બહાર હતો કારણકે તેને કમરમાં તકલીફ હતી. લોઅર બેકની સર્જરી પછી હવે તેની તબિયત એકદમ સરસ છે અને તે સ્વસ્થ છે. હાર્દિક પંડ્યાએ ત્રણ મહિનામાં વજન 68 કિલોથી વધારીને 75 કિલો કર્યું છે.
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલ-રાઉન્ડર હાર્દિક પંડ્યા હાલમાં ક્રિકેટથી દૂર છે પરંતુ સોશિયલ મીડિયા પર તે બહુ જ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર તે અનેકવાર પોતાના જીવન સાથે જોડાયેલી વાતો પણ શેર કરતો રહે છે. જોકે વેલેન્ટાઈન-ડેના દિવસે હાર્દિક અને સ્ટેનકોવિકે એકબીજાને વેલેન્ટાઈ-ડેની શુભેચ્છાઓ પાઠવી હતી જેની તસવીરો વાયરલ થઈ હતી.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
ધર્મ-જ્યોતિષ
દેશ
Advertisement