શોધખોળ કરો
#FitIndiaMovement સચિન તેંડુલકર વૃદ્ધાશ્રમમાં મહિલાઓ સાથે રમ્યો કેરમ, શેર કર્યો વીડિયો
તેંડુલકર ઓલ્ડ એજ હોમમાં કેટલીક વૃદ્ધ મહિલાઓ સાથે કેરમ રમતો નજરે પડ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ લોન્ચ કર્યા બાદ તેણે આ વીડિયો શેર કર્યો હતો.
મુંબઈઃ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે રાષ્ટ્રીય ખેલ દિવસના અવસર પર એક વીડિયો શેર કર્યો છે. તેંડુલકરે સેંટ એન્થની ઓલ્ડ એજ હોમમાં ગયો હતો અને ત્યાં થોડો સમય વીતાવ્યો હતો. તેંડુલકર ઓલ્ડ એજ હોમમાં કેટલીક વૃદ્ધ મહિલાઓ સાથે કેરમ રમતો નજરે પડ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ લોન્ચ કર્યા બાદ તેણે આ વીડિયો શેર કર્યો હતો.
વીડિયો શેર કરીને તેંડુલકરે લખ્યું, આ વંડર વુમેન સાથે સેંટ એન્થની ઓલ્ડ એજ હોમમાં થોડો સમય વીતાવ્યો. તેમના તરફથી જે પ્રેમ મળ્યો છે તેના કારણે ધન્યતા અનુભવું છું. કેરમ રમવા માટે કોઈ એક્સાઇટમેન્ટની કોઈ સીમા નથી. આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિલકુલ યોગ્ય કહ્યું છે ‘ખેલ’ અને ‘ફિટનેસ’ તમામ માટે છે.
29 ઓગસ્ટને રાષ્ટ્રીય ખેલ દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. હોકીના જાદુગર કહેવાતા મેજર ધ્યાનચંદનો જન્મ આ તારીખે થયો હતો અને તેમની યાદમાં આ તારીખને રાષ્ટ્રીય ખેલ દિવસ જાહેર કરવામાં આવ્યો હતો. ફિટ ઈન્ડિયા અભિયાનમાં બિઝનેસ, ફિલ્મ, સ્પોર્ટ્સ સહિત અનેક ક્ષેત્રની હસ્તીઓ સામેલ થઈ હતી. ફિટ ઈન્ડિયાની શરૂઆત કરાવી મોદીએ કહ્યું- સ્વસ્થ દેશ બનાવવા માટે અભિયાન અમિત શાહે અમદાવાદમાં ઈલેક્ટ્રિક બસોનું કર્યું લોકાર્પણ, જાણો બસની શું છે વિશેષતા IND v WI: આવતીકાલથી બીજી ટેસ્ટ, ઈશાંત શર્મા એક વિકેટ લેવાની સાથે જ કપિલ દેવનો તોડી નાંખશે આ રેકોર્ડ, જાણો વિગતેSpent some time with these wonder women at the St. Anthony's Old Age Home, felt blessed by the love shown by them. Their excitement to play carrom knew no bounds. As rightly said by our Hon. PM Shri @narendramodi, SPORTS & FITNESS IS FOR ALL.#SportPlayingNation#FitIndiaMovement pic.twitter.com/XF78o2x5yk
— Sachin Tendulkar (@sachin_rt) August 29, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
દુનિયા
Advertisement