શોધખોળ કરો
શાહરુખની દીકરી સુહાના સાથે જેના અફેરની ચર્ચા છે તે ક્રિકેટર શુભમન ગિલ કોણ છે ? જાણો વિગત

1/6

શુભમન ગિલ ભારતીય ટીમમાં સ્થાન મેળવી શકે તેવા ખેલાડીઓમાં એક મનાય છે. તાજેતરમાં રમાયેલા અંડર-19 વર્લ્ડકપમાં શુભમને શાનદાર દેખાવ કરીને ભારતને ચેમ્પિયન બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. તેના આધારે જ તેને કોલકાત્તા નાઈટ રાઈડર્સે ખરીદ્યો હતો.
2/6

શુભમનના પિતા લખવિંદર સિંહ ફાજિલ્કામાં રહે છે. તેઓ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. શુભમન ગિલનો જન્મ પંજાબના ફાજિલ્કામાં થયો હતો.
3/6

19 વર્ષીય શુભમન ગિલ એક શાનદાર બેટ્સમેન તરીકે ઉભરી રહ્યો છે. આઇપીએલમાં પોતાની ટીમમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ તરફથી તેણે શાનદાર પ્રદર્શન કરી દર્શકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. શુભમનને અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપમાં પણ રમવાની તક મળી હતી જ્યાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
4/6

કોલકત્તાઃ આઇપીએલમાં શાનદાર પ્રદર્શનના કારણે ચર્ચામાં રહેલો યુવા ક્રિકેટર શુભમન ગિલ ફરી એકવાર પોતાના અફેરને લઈને ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે બોલીવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાનની પુત્રી સુહાના સાથે શુભમન ગિલના અફેર હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
5/6

છેલ્લા કેટલાક સમયથી એવી અફવા ચાલી રહી છે કે શાહરૂખ ખાનની દીકરી સુહાના કેકેઆરનાં યુવા બેટ્સમેન શુભમન ગિલને ઘણો જ પસંદ કરે છે અને બંને એક-બીજા સાથે સમય પસાર કરી રહ્યા છે. જો કે આ બન્નેના રિલેશન હોવાના સમાચારને સમર્થન નથી મળતું.
6/6

શુભમન ગિલ અંડર-16ની એક મેચમાં પોતાના સાથી નિર્મલ સિંહ સાથે રેકોર્ડબ્રેક 587 રનની પાર્ટનરશીપ કરીને ચર્ચામા આવ્યો હતો. તે સમયે તેની ઉંમર 14 વર્ષની હતી. આ મેચમાં તેણે 351 રનની ઇનિંગ રમી હતી. તે સિવાય તેણે અંડર-16 વિજય મર્ચન્ટ ટ્રોફીમાં પોતાની ડેબ્યૂ મેચમાં બેવડી સદી ફટકારી હતી. આ વર્ષે જ તે રણજી ટ્રોફીમાં સિલેક્ટ થઇ ગયો હતો. બીસીસીઆઇ તરફથી શુભમનને બેસ્ટ જૂનિયર ક્રિકેટ એવોર્ડ પણ અપાયો હતો.
Published at : 03 Jun 2018 12:22 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દુનિયા
ગાંધીનગર
Advertisement
