Cristiano Ronaldo: સ્ટાર ફુટબોલર રોનાલ્ડોએ ઈતિહાસ રચ્યો, ઈન્સ્ટાગ્રામ પર 300 મિલિયન ફોલોવર્સ ધરાવતો પ્રથમ વ્યક્તિ બન્યો
સુપરસ્ટાર ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો કરવામાં આવતો વ્યક્તિ છે. તેમના ઈન્સ્ટા પર 300 મિલિયનથી વધારે ફોલોવર્સ થઈ ગયા છે. તેઓ દુનિયાના પ્રથમ એવા વ્યક્તિ બની ગયા છે કે જેમાં ઈન્સ્ટા પર 300 મિલિયન ફોલોવર્સ છે.
સુપરસ્ટાર ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો કરવામાં આવતો વ્યક્તિ છે. તેમના ઈન્સ્ટા પર 300 મિલિયનથી વધારે ફોલોવર્સ થઈ ગયા છે. તેઓ દુનિયાના પ્રથમ એવા વ્યક્તિ બની ગયા છે કે જેમાં ઈન્સ્ટા પર 300 મિલિયન ફોલોવર્સ છે. રોનાલ્ડોના નામે ઘણી ઉપલબ્ધિઓ છે. તે ઈન્સ્ટા પર 200 મિલિયનનો આંકડો પાર કરનાર પણ પ્રથમ વ્યક્તિ હતો.
ઈન્સ્ટાગ્રામ પર 300 મિલિયન ફોલોવર્સ ધરાવતા પ્રથમ વ્યક્તિ રોનાલ્ડો બીજા સ્થાન પર રહેલા ડ્વેન ધ રોક જોનસનથી ખૂબ જ આગળ છે. ડ્વેનના ઈન્સ્ટા પર 246 મિલિયન ફોલોવર્સ છે.
હાલમાં જ કોકા કોલાની બોટલ હટાવી ચર્ચામાં હતો રોનાલ્ડો
સુપરસ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો યૂરોપીય ચેમ્પિયનશિપમાં પત્રકાર પરિષદ દરમિયાન ટેબલ પરથી કોકા કોલાની બોટલ હટાવી ચર્ચામાં હતો. રોનાલ્ડો ફિટનેસને લઈને પણ સતર્ક રહે છે. તેણે પત્રકાર પરિષદમાં પોતાની સામે રાખેલી કોકા કોલાની બે કાચની બોટલને એક તરફ હટાવી હતી. આ વીડિયો બાદમાં ખૂબ વાયરલ થયો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યૂરો 2020ના આધિકારીક સ્પોન્સરમાંથી એક કોકા કોલાના શેરની કિંમત ત્યારબાદ 56.10 ડૉલરથી 55.22 ડૉલર ઘટી ગઈ હતી. કોકા કોલાનુ બજાર મુલ્યાંકન પણ 242 અરબ ડૉલરથી ઘટીને 238 અરબ ડૉલર થયુ હતુ, ત્યારબાદ તેને ચાર અરબ ડૉલરનો ઝટકો લાગ્યો હતો.
આ ઘટના પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા કોકા કોલાએ પોતાના નિવેદનમાં કહ્યું, 'દરેક ને પોતાના સ્વાદ અને જરુરિયાતના હિસાબથી પોતાની ડ્રિંક્સ પસંદ કરવાનો હક છે.'