શોધખોળ કરો
Advertisement
ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે હંમેશા માટે રિટાયર્ડ કરી 11 નંબરની જર્સી, જાણો શું છે કારણ
વિટ્ટોરીએ ન્યૂઝીલેન્ડ તરફથી 291 વનડે અને 113 ટેસ્ટ રમી છે. વિટ્ટોરી વર્ષ 2007થી 2011 સુધી ટીમનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે
નવી દિલ્હીઃ સોમવારે ક્રિકેટ જગતમાં એક ખાસ ઘટના ઘટી, વર્લ્ડકપ 2019ની ફાઇનલ રમનાર ટીમ ન્યૂઝીલેન્ડના ક્રિકેટ બોર્ડે એક ખાસ ડિસીઝન લઇને જર્સી નંબર 11ને હંમેશા માટે રિટાયર્ડ કરી દીધી. જર્સી નંબર 11 કિવી સ્પિન લિજેન્ડ ડેનિયલ વિટ્ટોરીનો છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે તેને ખાસ સન્માન આપીને તેને હંમેશા માટે ટીમમાંથી રિટાયર કરી દીધી છે.
ખાસ વાત એ છે કે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ હવે એવા તમામ ક્રિકેટરની જર્સી નંબરને રિટાયર્ડ કરશે જેને ન્યૂઝીલેન્ડ માટે વનડેમાં 200થી વધુ મેચ રમી હશે.
ન્યૂઝીલેન્ડે સોમવારે ટ્વીટ કરીને કહ્યું કે, 200 વનડે મેચ રમનારા ડેનિયલ વિટ્ટોરીની જર્સી નંબર 11ને હંમેશા માટે રિટાયર્ડ કરવામાં આવી રહી છે. આવુ ત્યારે પણ કરવામાં આવશે જ્યારે કોઇ ખેલાડી ન્યૂઝીલેન્ડ માટે 200 વનડે રમશે, વિટ્ટોરીએ સૌથી વધુ 291 વનડે મેચ રમી છે.
વિટ્ટોરીએ ન્યૂઝીલેન્ડ તરફથી 291 વનડે અને 113 ટેસ્ટ રમી છે. વિટ્ટોરી વર્ષ 2007થી 2011 સુધી ટીમનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે.Players that represent New Zealand in 200 ODIs have their shirt number retired. Daniel Vettori who wore number 11 has played the most ODIs for the BLACKCAPS with 291. pic.twitter.com/5oeGPKdnEK
— BLACKCAPS (@BLACKCAPS) August 5, 2019
The full list of shirt numbers for the #SLvNZ Test squad.
Williamson 22 Astle 60 Blundell 66 Boult 18 De Grandhomme 77 Latham 48 Nicholls 86 Patel 24 Raval 1 Somerville 28 Santner 74 Southee 38 Taylor 3 Wagner 35 Watling 47#BACKTHEBLACKCAPS#WTC21 pic.twitter.com/QYtlkaUGSs — BLACKCAPS (@BLACKCAPS) August 5, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion