શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપ 2019માં ડેવિડ વોર્નરે મેળવી આ ખાસ સિદ્ધી, તોડી શકે છે સચિનનો આ રેકોર્ડ
વૉર્નર પાસે સચિન તેંદુલકરનો રેકોર્ડ તોડવાની તક છે. એક વર્લ્ડ કપમાં સૌથી વધુ રન કરવા બાબતે સચિન સૌથી આગળ છે.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે આઈસીસી વર્લ્ડકપ 2019માં 500 રન બનાવનારો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તે હાલમાં વર્લ્ડકપમાં સૌથી વધારે રન બનાવનારો બેટ્સમેન છે. તેનો હાઈએસ્ટ સ્કોર 166 રનનો રહ્યો અને તેની એવરેજ 83.33 રનની છે. વૉર્નરે અત્યાર સુધી કુલ 46 ચોગ્ગા અને 6 છગ્ગા લગાવ્યા છે.
વૉર્નર પાસે સચિન તેંદુલકરનો રેકોર્ડ તોડવાની તક છે. એક વર્લ્ડ કપમાં સૌથી વધુ રન કરવા બાબતે સચિન સૌથી આગળ છે. તેણે 2003ના વર્લ્ડ કપમાં 673 રન બનાવ્યા હતા. ઑસ્ટ્રેલિયા પાસે આ ટૂર્નામેન્ટમાં 2 લીગ મેચો બાકી છે અને સેમી ફાઈનલમાં પણ સ્થાન બનાવશે તે લગભગ નિશ્ચિત છે. આમ વૉર્નરનું ફોર્મ જોતા લાગી રહ્યું છે કે તે સચિનનો રેકોર્ડ વટાવી શકે છે.
આ વર્લ્ડ કપમાં વૉર્નર ઉપરાંત ટીમના કેપ્ટન એરોન ફિન્ચ, બાંગ્લાદેશના શાકિબ અલગ હસન, ભારતના રોહિત શર્મા, ન્યૂઝીલેન્ડના કેપ્ટન રોહિત શર્મા કેન વિલિયમ્સન અને ઈંગ્લેન્ડના જો રૂટે બે-બે સેન્ચુરી લગાવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
શિક્ષણ
સુરત
Advertisement