શોધખોળ કરો
Advertisement
'શીલા કી જવાની' ગીત પર ડેવિડ વોર્નરે પુત્રી સાથે કર્યો ડાંસ, વીડિયો થયો વાયરલ
વોર્નર અને તેની દીકરી બંને કેટરીના કૈફના આ ગીતના સિગ્નેચર સ્ટેપની કોપી કરી રહ્યા છે.
નવી દિલ્હીઃ કોવિડ-19 મહામારીના કારણે મોટાભાગના દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવી ચુક્યું છે. ઓસ્ટ્રેલિયામાં પણ લોકડાઉન છે અને મોટાભાગના ક્રિકેટર તેમના પરિવાર સાથે ઘરમાં રહીને સમય પસાર કરી રહ્યા છે.
ઓસ્ટ્રેલિયાનો ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર પણ આ દરમિયાન સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે જોડાયેલો છે. વોર્નરે તાજેતરમાં પુત્રીના કહેવા પર ટિકટોક જોઈન કર્યુ અને એક વીડિયો શેર કર્યો છે, જે થોડી જ વારમાં વાયરલ થઈ ગયો હતો.
વીડિયોમાં વોર્નર તેની દીકરી સાથે જાણીતા ગીત શીલા કી જવાની પર ડાન્સ કરી રહ્યો છે. વોર્નર અને તેની દીકરી બંને કેટરીના કૈફના આ ગીતના સિગ્નેચર સ્ટેપની કોપી કરી રહ્યા છે. આઈપીએલમાં વોર્નર સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમે છે અને તેની કેપ્ટનશિપમાં ખિતાબ પણ જીતાડી ચુક્યો છે.
વોર્નરે જે ગીત પર ડાન્સ કર્યો છે તે ફિલ્મ તીસ માર ખાંનું છે અને તે 2010માં રિલીઝ થઈ હતી. હાલ ઓસ્ટ્રેલિયામાં કોરોનાથી 6500થી વધુ લોકો સંક્રમિત છે, જ્યારે 60 લોકોના જીવ ગયા છે. કોરોના સંક્રમણના કારણે આઈપીએલ પણ અનિશ્ચિત સમય સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement