શોધખોળ કરો
Advertisement
પહેલીવાર ડે-નાઇટ ટેસ્ટ રમવા મેદાનમાં ઉતરતી ભારતીય ટીમને આ બે ખેલાડીઓ કરશે મદદ, જાણો વિગતે
વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહા અને મોહમ્મદ શમી ઘરેલુ ક્રિકેટમાં ડે-નાઇટ ટેસ્ટ મેચ રમી ચૂક્યા છે
નવી દિલ્હીઃ ભારતીય ટીમ આગામી બીજી ટેસ્ટ મેચ, એટલે કે 22થી 26 નવેમ્બરે રમાનારી બાંગ્લાદેશ વિરુદ્ધ રમાનારી ટેસ્ટ ડે-નાઇટ ટેસ્ટ મેચ તરીકે રમવાની છે. મેચ કોલકત્તાના ઇડન ગાર્ડન્સ મેદાનમાં રમાશે, પણ ખાસ વાત એ છે ભારતીય ટીમ પહેલીવાર ડે-નાઇટ ટેસ્ટ મેચ રમવાની છે કોઇની પાસે ગુલાબી બૉલથી રમવાનો અનુભવ નથી. ત્યારે બે ખેલાડીઓ ટીમ ઇન્ડિયાને મદદ કરશે.
ખરેખરમાં, વાત એમ છે કે, ડે-નાઇટ ટેસ્ટ ગુલાબી બૉલથી અને દૂધિયા રોશનીમાં રમાય છે, જ્યારે ભારતીય ટીમે અત્યાર સુધી ફક્ત લાલ અને સફેદ બૉલ ક્રિકેટ જ રમી છે. ત્યારે ગુબાલી બૉલ ક્રિકેટ રમવી ટીમ માટે મુશ્કેલ બની શકે છે. પણ ભારતીય ટીમમાં બે ક્રિકેટર એવા છે જેને આ અનુભવ મેળવો છે, એટલે કે ગુલાબી બૉલ સાથે દૂધિયા રોશનીમાં ડે-નાઇટ ટેસ્ટ મેચ રમી ચૂક્યા છે.
વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહા અને મોહમ્મદ શમી ઘરેલુ ક્રિકેટમાં ડે-નાઇટ ટેસ્ટ મેચ રમી ચૂક્યા છે. બન્ને ખેલાડીઓએ 2016માં ઇડન ગાર્ડન્સમાં સીએબીની સુપર લીગ ફાઇનલમાં ડે-નાઇટ ક્રિકેટ મેચ રમી હતી.
કહી શકાય છે સાહા અને શમીનો અનુભવ ભારતીય ટીમે મદદરૂપ સાબિત થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
મનોરંજન
ગુજરાત
ખેતીવાડી
Advertisement
gujarati.abplive.com
Opinion