શોધખોળ કરો
Advertisement
'મેન ઓફ ધ મેચ' દીપક ચાહરે બનાવ્યો આઇપીએલના ઇતિહાસનો અનોખો રેકોર્ડ, જાણો વિગતે
દીપક ચાહરે 4 ઓવરમાં કુલ 20 રન આપ્યા અને ત્રણ વિકેટો ઝડપી હતી. ચાહરે જે 20 રન આપ્યા તે માત્ર તેના ચાર બૉલમાં જ ફટકારવામાં આવ્યા હતા, એટલે કે 20 બૉલ ડૉટ ફેંક્યા (જેના પર કોઇ રન ના મળ્યો). આ પહેલા આટલી કસાયેલી બૉલિંગ કોઇએ આઇપીએલ ઇતિહાસમાં નથી કરી. આ સાથે તે આ કારનામુ કરનારો પહેલો ખેલાડી બની ગયો હતો
ચેન્નાઇઃ આઇપીએલ 2019માં ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમે કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમને 7 વિકેટે હાર આપીને પૉઇન્ટ ટેબલમાં ટૉચનુ સ્થાન પ્રાપ્ત કરી લીધુ છે. આ મેચમાં સૌની નજરમાં આગરાનો 26 વર્ષીય યુવા બૉલર દીપક ચાહર પર રહી. દીપક ચાહરે ધમાલ મચાવતી બૉલિંગ કરીને નાઇટરાડર્સના ત્રણ બેટ્સમેનોને આઉટ કર્યા હતા. દીપકે મેચમાં 4 ઓવરમાં 20 રન આપીને ત્રણ મહત્વપૂર્ણ વિકેટો ઝડપી હતી.
દીપકે પોતાની ચાર ઓવરની બૉલિંગ દરમિયન એક ખાસ અનોખો રેકોર્ડ પોતાના નામે કરી લીધો, જે આઇપીએલ ઇતિહાસમાં કોઇએ નથી કર્યો.
દીપક ચાહરે 4 ઓવરમાં કુલ 20 રન આપ્યા અને ત્રણ વિકેટો ઝડપી હતી. ચાહરે જે 20 રન આપ્યા તે માત્ર તેના ચાર બૉલમાં જ ફટકારવામાં આવ્યા હતા, એટલે કે 20 બૉલ ડૉટ ફેંક્યા (જેના પર કોઇ રન ના મળ્યો). આ પહેલા આટલી કસાયેલી બૉલિંગ કોઇએ આઇપીએલ ઇતિહાસમાં નથી કરી. આ સાથે તે આ કારનામુ કરનારો પહેલો ખેલાડી બની ગયો હતો.
દીપક ચાહરે આપેલા 20 રન....
પહેલી ઓવરમાં - 1 બૉલ પર 5 રન (ઓવરથ્રૉ દ્વારા)
બીજી ઓવરમાં - 1 વાઇડ બૉલ
ત્રીજી ઓવરમાં - 2 બૉલ પર બે ચોગ્ગા
ચોથી ઓવરમાં - 1 બૉલ પર છગ્ગો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
ક્રિકેટ
લાઇફસ્ટાઇલ
Advertisement
gujarati.abplive.com
Opinion