શોધખોળ કરો

ભારતને મળ્યો 16મો મેડલ, વર્લ્ડ ચેમ્પિયન દીપ્તિ જીવનજીએ બ્રોન્ઝ મેડલ જીત્યો

વર્લ્ડ ચેમ્પિયનશિપ સુવર્ણ ચંદ્રક વિજેતા ભારતની દીપ્તિ જીવનજીએ પેરિસ પેરાલિમ્પિક્સમાં એથ્લેટિક્સની મહિલાઓની 400 મીટર T20 સ્પર્ધામાં 55.82 સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

વર્લ્ડ ચેમ્પિયનશિપ સુવર્ણ ચંદ્રક વિજેતા ભારતની દીપ્તિ જીવનજીએ પેરિસ પેરાલિમ્પિક્સમાં એથ્લેટિક્સની મહિલાઓની 400 મીટર T20 સ્પર્ધામાં 55.82 સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે ફાઇનલમાં ત્રીજા સ્થાને રહી હતી. દીપ્તિ જે આ મહિને 21 વર્ષની થશે તે યુક્રેનની યુલિયા શુલ્યાર (55.16 સેકન્ડ) અને વર્લ્ડ રેકોર્ડ ધારક તુર્કીની આયસેલ ઓન્ડર (55.23 સેકન્ડ) બાદ ત્રીજા સ્થાને રહી હતી.  T20 શ્રેણી બૌદ્ધિક રીતે નબળા ખેલાડીઓ માટે છે. 

એક તરફ ભારતની દીપ્તિએ 55.82 સેકન્ડમાં રેસ પૂરી કરી હતી. સિલ્વર મેડલ તુર્કીની અસેલ ઓન્ડેરએ જીત્યો હતો, જેણે 55.23 સેકન્ડમાં રેસ પૂરી કરી હતી. ગોલ્ડ મેડલ યુક્રેનની યુલિયા શુલિયરે જીત્યો હતો, જેણે 400 મીટરની રેસ 55.16 સેકન્ડમાં પૂરી કરી હતી. દીપ્તિએ રેસની છેલ્લી ક્ષણોમાં પોતાની જાતને ખૂબ આગળ ધપાવી અને ગોલ્ડ જીતવાની ખૂબ જ નજીક આવી ગઈ, પરંતુ છેલ્લા 10 મીટરમાં યુક્રેનિયન રનરે તેની ગતિ વધારી અને ગોલ્ડને નિશાન બનાવ્યો.

દીપ્તિ હાલની વર્લ્ડ ચેમ્પિયન છે 

ભારતની દીપ્તિ પેરા એથ્લેટિક્સમાં મહિલાઓની 400 મીટર રેસ T20 કેટેગરીમાં વર્તમાન વિશ્વ ચેમ્પિયન છે. તેણે આ વર્ષે કોબેમાં યોજાયેલી પેરા એથ્લેટિક્સ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિવાય તે 2022માં યોજાયેલી એશિયન પેરા ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ વિજેતા હતી. તમને એ પણ જણાવી દઈએ કે દીપ્તિએ પેરાલિમ્પિક્સની કોઈપણ એથ્લેટિક્સ સ્પર્ધામાં ભારત માટે ત્રીજો મેડલ જીત્યો છે. તેના પહેલા પ્રીતિ પાલે એથ્લેટિક્સમાં 2 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.

કોણ છે દીપ્તિ જીવનજી ?

દીપ્તિ જીવનજીનો જન્મ 27 સપ્ટેમ્બર 2003ના રોજ તેલંગાણાના કાલેડા ગામમાં થયો હતો. તે માત્ર 21 વર્ષની છે, પરંતુ ખૂબ જ ઓછા સમયમાં તેણે પેરા એથ્લેટિક્સમાં ઘણું નામ કમાઈ લીધું છે. દીપ્તિના પરિવારનું જીવન ખૂબ જ સંઘર્ષમય રહ્યું છે. આર્થિક સંકડામણના કારણે તેના માતા-પિતાને અડધો એકર જમીન વેચવી પડી હતી. પરંતુ આ પેરા એથ્લેટે તમામ સમસ્યાઓને પાર કરી સમગ્ર વિશ્વમાં દેશનું નામ રોશન કર્યું છે.   

ભારતના સૌથી સફળ 24 કલાક, પેરિસમાં બની ગયો ઇતિહાસ, એક દિવસમાં આવ્યા 8 મેડલ, આ એથ્લિટોએ કર્યો કમાલ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Health Tips: રોજ ખાલી પેટ પીવો આ ઉકાળો, હાર્ટ બ્લોકેજ થશે દૂર,જાણો તેને બનાવવાની વિધિ
Health Tips: રોજ ખાલી પેટ પીવો આ ઉકાળો, હાર્ટ બ્લોકેજ થશે દૂર,જાણો તેને બનાવવાની વિધિ
મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી આપી, કોને લાગ્યો આંચકો?
મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી આપી, કોને લાગ્યો આંચકો?
Embed widget