દિલ્હી કેપિટલ્સની મુશ્કેલીઓમાં સતત વધારો, આ સ્ટાર બૉલર આગળની મેચોમાંથી થયો બહાર, જાણો વિગતે
દિલ્હી કેપિટલ્સની પાસે જોકે હાલમાં ફાસ્ટ બૉલરોનો સારો બેકઅપ છે. દિલ્હીની ટીમમાં રબાડા, નોર્ખિયા, ટૉમ કરન, ક્રિસ વૉક્સ, ઉમશે યાદવ જેવા દમદાર ફાસ્ટ બૉલરો અવેલેબલ છે.
નવી દિલ્હીઃ આઇપીએલની (IPL 2021) 14મી સિઝનમાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યાં છે. દિલ્હી કેપિટલ્સના સ્ટાર ફાસ્ટ બૉલર ઇશાન્ત શર્મા (Ishant Sharma) હજુ સુધી ફિટ નથી થયો. ટીમના કૉચ રિકી પોન્ટિંગે (Ricky Ponting) જાણકારી આપી કે ઇશાન્ત શર્માને ફિટ થવામાં હજુ પણ સમય લાગશે.
રાજસ્થાન રૉયલ્સ (Rajsthan Royals) વિરુદ્ધ મળેલી હાર બાદ રિકી પોન્ટિંગે (Ricky Ponting) ઇશાન્ત શર્મા વિશે વાત કરી. રિકી પોન્ટિંગે કહ્યું- ઇશાન્ત શર્મા એક શાનદાર બૉલર છે. ઇશાન્ત ફિટ દેખાઇ રહ્યો છે. ઇશાન્તે (Ishant Sharma) ગઇ સિઝનની સરખામણીમાં પોતાનુ વજન પણ ઓછુ કર્યુ છે, તે પહેલાની સરખામણીમાં વધુ સારી રીતે બૉલિંગ કરી રહ્યો છે.
પરંતુ રિકી પોન્ટિંગે સ્પષ્ટ કરી દીધુ કે હજુ ઇશાન્ત શર્મા વાપસી નહીં કરી શકે. કૉચે કહ્યું- ટૂર્નામેન્ટ શરૂ થયા પહેલા ઇશાન્તની સાથે અમે શરૂઆત કરવાનુ વિચારી રહ્યાં હતા, પરંતુ તેની ઇજાએ મુશ્કેલીઓ વધારી દીધી છે. અમે આવેશ ખાનની સાથે આગળ વધવાનો ફેંસલો કર્યો છે. આવેશે અત્યાર સુધી સારુ પ્રદર્શન કર્યુ છે.
ટીમની પાસે છે સારો બેકઅપ....
દિલ્હી કેપિટલ્સની પાસે જોકે હાલમાં ફાસ્ટ બૉલરોનો સારો બેકઅપ છે. દિલ્હીની ટીમમાં રબાડા, નોર્ખિયા, ટૉમ કરન, ક્રિસ વૉક્સ, ઉમશે યાદવ જેવા દમદાર ફાસ્ટ બૉલરો અવેલેબલ છે.
ઉલ્લેખનીય છે કે ટૂર્નામેન્ટમાં દિલ્હી કેપિટલ્સની ટીમે ચેન્નાઇ સુપર કિંગ્સને હરાવીને શાનદાર શરૂઆત કરી હતી, પરંત ગુરુવારની મેચમાં રાજસ્થાનને હરાવવામાં નિષ્ફળ રહ્યું હતુ. રાજસ્થાન રૉયલ્સ સામેની મેચમાં દિલ્હી કેપિટલ્સ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 147 રન બનાવ્યા હતા, જવાબમાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રૉયલ્સે મેચ જીતીને આઇપીએલ સિઝનની આ પહેલી જીત મેળવી હતી. દિલ્હી કેપિટલ્સને રાજસ્થાન રૉયલ્સે (Rajasthan Royals) છેલ્લી ઓવરમાં સજ્જડ હાર આપી, ત્રણ વિકેટથી મળેલી હારથી દિલ્હીની ટીમ ચોંકી ગઇ હતી. દિલ્હી કેપિટલ્સને (Delhi Capitals) મળેલી હાર પર કૉચ રિકી પોન્ટિંગે (Coach Ricky Ponting) મોટુ નિવેદન આપ્યુ છે. તેમને કહ્યું છે કે પંતે ભૂલ કરી, અશ્વિનને (Ravichandran Ashwin) તેની છેલ્લી ઓવર આપવા જોઇતી હતી, ના આપવાના કારણે મેચમાં રાજસ્થાને વાપસી કરી લીધી.