આઈપીએલ ખતમ થયા બાદ ફેમિલી સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરતાં ધોનીએ જણાવ્યું કે, ફિટનેસને લઈ આજે પણ ચિંતિત છે, આઈપીએલમાં ફેન્સને ફરી એક વખત ધોનીની જૂની રમત જોવા મળી.
2/8
ધોનીના કહેવા મુજબ, મેચ જીતવાની જવાબદારી ઉઠાવવામાં આવે તે હું સુનિશ્ચિત કરવા માંગતો હતો. પરંતુ જ્યારે હું નીચલા ક્રમે બેટિંગ કરવા આવતો ત્યારે ખુદનો પૂરો સમય આપી શકતો નહોતો. ઉપરના ક્રમે બેટિંગ કરવાનો મતલબ ત્રીજા, ચોથા કે પાંચમાં નંબર પર બેટિંગ કરવી નહીં પરંતુ ઓવર્સની સંખ્યા અંગે છે.
3/8
ઉપલા ક્રમમાં વોટસન, રાયડૂ, રૈના, હું અને બ્રાવો સારું રમ્યા, જે અમારા કામમાં આવ્યું. પરંતુ શરૂઆતમાં મારી વ્યૂહરચના એવી હતી કે ટીમની બેટિંગમાં ઊંડાઈ હોય અને જરૂર પડે ત્યારે દરેક બેટિંગ કરી શકે.
4/8
ધોની માટે આઈપીએલ સીઝન શાનદાર સાબિત થઈ. તેણે સીઝનની કુલ 16 મેચમાં 455 રન બનાવ્યા.
5/8
નવી દિલ્હીઃ આઈપીએલ સીઝન 11માં દમદાર વાપસી કરીને ચેન્નાઈ સુપર કિંગ્સે ખિતાબ જીત્યો હતો. ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ફરી એકવખત સાબિત કરી દીધું કે શા માટે તેને ક્રિકેટ વિશ્વમાં સૌથી ચપળ કેપ્ટન માનવામાં આવે છે? ઉપરાંત તેણે એમ પણ સાબિત કરી દીધું કે ઉંમર માત્ર એક આંકડો છે અને તે આગળ પણ ક્રિકેટના મેદાનમાં તેનો જલવો દર્શાવવા તૈયાર છે.
6/8
ધોનીએ કહ્યું, આઈપીએલમાં ઉપરના ક્રમે બેટિંગ કરવાનો ફેંસલો મારો હતો. મારે ઉપરના ક્રમે બેટિંગ કરવાની હતી તેને લઈ હું ચિંતિત હતો. ઉંમરના હિસાબે નીચેના ક્રમે બેટિંગ કરવા માટે વધારે સમય મળતો નહોતો.
7/8
વર્લ્ડકપ વિજેતા કેપ્ટને કહ્યું કે, જ્યારે મેં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી ત્યારથી જ ફિટનેસની વાત શરૂ થઈ ગઈ હતી પરંતુ આપીએળ પહેલા હું ઉપરના ક્રમે બેટિંગ કરવાનું મન બનાવી ચૂક્યો હતો.
8/8
હું જ્યારે પણ ઉપરના ક્રમે બેટિંગ કરતો ત્યારે આક્રમક રમત રમતો હતો. જો આવી રમત દરમિયાન હું આઉટ થઈ જાવ તો પણ નીચેના ક્રમના બેટ્સમેનોને પૂરતો સમય મળે. કિસ્મતનો સાથ હોવાના કારણે અમારે આઈપીએલમાં નીચેના બેટ્સમેનોએ બેટિંગ કરવાની જરૂર ન પડી.