શોધખોળ કરો
Advertisement
IPL: 6 વર્ષ પહેલા ‘કાઈ પો છે’ ફિલ્મમાં બન્યો તો ક્રિકેટર, હવે MIએ આટલા રૂપિયામાં ખરીદ્યો
21 વર્ષીય દેશમુખે મહારાષ્ટ્ર માટે એક ફર્સ્ટ ક્લાસ મેચ અને સાત ટી20 મેચ રમી છે.
નવી દિલ્હીઃ આઈપીએલ 2020 હરાજી દરમિયાન અનેક આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સાથે ભારતીય યુવા ખેલાડીઓ પર પણ રૂપિયાનો વરસાદ થયો. આવું જ એક નામ છે દિગ્વિજય દેશમુખ. તેને મુંબઈ ઈન્ડિયન્સે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. ક્રિકેટમાં કારકિર્દી બનાવ્યા પહેલા તે ફિલ્મોમાં એક્ટિંગ કરી ચુક્યો છે. તેણે સુશાંત સિંહ રાજપૂતની મુખ્ય ભૂમિકાવાળી 'કાઈ પો છે'મા અલી હાશમીનો રોલ અદા કર્યો હતો. ફિલ્મમાં દિગ્વિજયનો રોલ પ્રતિભાશાળી યુવા ક્રિકેટરનો હતો, જેના પર સુશાંત સિંહને ઘણી આશા હોય છે.
21 વર્ષીય દેશમુખે મહારાષ્ટ્ર માટે એક ફર્સ્ટ ક્લાસ મેચ અને સાત ટી20 મેચ રમી છે. મુંબઈ ઈન્ડિયન્સે તેને 20 લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝમાં ખરીદ્યો છે. તે જમણા હાથનો ઝડપી બોલર અને બેટ્સમેન છે. તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં 104 રન નોંધાવ્યા છે અને 15 વિકેટ પણ ઝડપી છે.
તેનો જન્મ 12મી એપ્રિલ 1998માં મહારાષ્ટ્રના બિડ જિલ્લામાં થયો છે. તેણે ગત વર્ષે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને જમ્મુ-કાશ્મીર વિરુદ્ધ 61 રન આપીને છ વિકેટ ઝડપી હતી. ફિલ્મમાં પણ તેને યુવાન ક્રિકેટરની જ ભૂમિકા ભજવી હતી જે ભારત માટે રમવાનું સપનું જોવે છે. આઈપીએલમાં રમવું તે તેના માટે સપનાની નજીક પહોંચવા જેવું છે.
'કાઈ પો છે' મૂવી વર્ષ 2013માં આવી હતી અને તેણે બોક્સ ઓફિસ પર સારી કમાણી પણ કરી હતી. તેમાં સુશાંત સિંહ રાજપૂતની સાથે જ રાજકુમાર રાવ, અમિત સાઘ, માનવ કૌલ જેવા પ્રખ્યાત કલાકાર પણ છે. આ ફિલ્મ ચેતન ભગતના પ્રખ્યાત પુસ્તક 'થ્રી મિસ્ટેક્સ ઓફ માય લાઈફ' પર આધારિત છે. તેમાં ત્રણ મિત્ર હોય છે, જે પોતાની ગણિત કોચિંગ અને ક્રિકેટ એકેડમી ખોલે છે. પછી કોમી રમખાણની આંચમાં ત્રણેની મિત્રતાની પરીક્ષા થાય છે અને અલી હાશમીને આ ત્રણે ક્રિકેટર બનાવી શકે છે, આજ બધુ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મનું નિર્દેશન અભિષેક કપૂરે કર્યું હતું.મુંબઈ ઈન્ડિયન્સે આ કેલાડીઓ પર લગાવ્યો દાવ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement