નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના ‘કલંકિત ક્રિકેટર’ કેમરૂન બેનક્રોફ્ટે શનિવારે કર્યું કે, બોલ સાથે છેડછાડની ઘટના બાદ તે બદલાઈ ગયો છે. યોગ ટ્યૂટર બનવા માટે ક્રિકેટ છોડવાનું વિચારી રહ્યો હતો. દક્ષિણ આફ્રીકામાં થયેલ બોલ છેડછાડ વિવાદ બાદ સ્ટાર બેટ્સમેન બેનક્રોફ્ટ પર 9 મહિનાનો પ્રતિબંધ લાગ્યો હતો. તત્કાલીન કેપ્ટન સ્ટીવ સ્મિથ અને વાઈસ કેપ્ટન ડેવિડ વોર્નર પર એક વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
2/3
પોતાનો પ્રતિબંધ ખતમ થતા પહેલા એક ન્યૂઝ પેપર દ્વારા બેનક્રોફ્ટે પોતાની વાત રજુ કરી હતી. તેનો લેટર ઓસ્ટ્રેલિયન અખબારમાં છપાયો છે. જેમાં તેણે પોતાની ઇમોશનલ યાત્રાનો ઉલ્લેખ કર્યો છે. જેમાં તેણે કહ્યું છે કે ઓસ્ટ્રેલિયન કોચ જસ્ટિન લેંગર અને મેન્ટર એડમ વોજેસની તેના ઉપર અસર પડી છે. બેનક્રોફ્ટ સાથે તત્કાલિન સુકાની સ્ટિવ સ્મિથ અને ડેવિડ વોર્નર ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. એક દિવસ પહેલા જ સ્ટિવ સ્મિથે એક પ્રેસ કોન્ફરન્સમાં પોતાની વાત રાખી હતી.
3/3
બેનક્રોફ્ટે ક્રિકેટમાંથી દૂર હતો ત્યારે યોગા ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. તે તો એમ પણ વિચારવા લાગ્યો હતો કે યોગામાં જ ધ્યાન આપું અને ક્રિકેટ છોડી દઉ. જોકે તેણે ક્રિકેટમાં પાછા ફરવાનો નિર્ણય લીધો છે. તે બિગ બેશ લીગમાં પર્થ સ્ક્રોર્ચર્સ તરફથી રમતો જોવા મળશે.