શોધખોળ કરો
પહેલા ભારત-પાકિસ્તાનના સંબંધ સુધરે અને બાદમાં ક્રિકેટના, જાણો ઈમરાન ખાનને ભારતના ક્યા દિગ્ગજ ક્રિકેટરે કરી અપીલ

1/4

કપિલ દેવે એમ પણ કહ્યું કે, “ઈમરાને આર્મી સાથે બેસીને બંને રાષ્ટ્રોના સંબંધ કઈ રીતે સુધરી શકે તેની ચર્ચા કરવી જોઈએ. ક્રિકેટમાં તેમણે અનેક ઉપલબ્ધિ મેળવી છે પરંતુ દેશની જવાબદારી અલગ હોય છે. આપણે આશા રાખીએ કે તેમની આ સફળતા પાકિસ્તાનની સુખાકારી તરફ હશે.”
2/4

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને સૌથી વધારે ચર્ચિત નેતા ઈમરાન ખાન દેશના નવા વઝીર એ આઝમ બનવા જઈ રહ્યા છે. પાકિસ્તાનની જનતાના આ ફેંસલાને સલામ કરતાં ભારતના 1983 વિશ્વકપ વિજેતા કપિલ દેવે પણ ઈમરાન ખાનને અભિનંદન આપ્યા છે. કપિલ દેવે કહ્યું કે, જો ઈમરાન ખાન આવવાથી બંને દેશો વચ્ચે સંબંધ સુધરે અને ફરી ક્રિકેટ રમાય તો સારું રહેશે.
3/4

તેણે એમ પણ કહ્યું કે, “ઈમરાન ખાનની જીતથી બંને રાષ્ટ્રના લોકોને ફાયદો થશે. ઈમરાન ખાન ભારત આવતા રહ્યા છે અને અહીંયાના લોકોને સારી રીતે જાણે-સમજે છે. તેનાથી બંને દેશોના સંબંધ સુધરશે. એક ખેલાડી ક્રિકેટ રમતાં રમતાં દેશનો પીએમ બની જાય તે ખૂબ સારી વાત છે.”
4/4

કપિલ દેવે કહ્યું કે, “ઈમરાન દેશના નવા પીએમ બન્યા છે તો હવે ક્રિકેટ રમવા પર બંને દેશોની સરકારઓ મળીને ફેંસલો કરવાનો છે. બંને દેશોના સંબંધ સુધરે તેવી પોલિસી હોવી જોઈએ. તેનાથી જો ફરી બંને દેશો વચ્ચે ક્રિકેટ શરૂ થાય તો ભારત-પાકિસ્તાન માટે સારું રહેશે.”
Published at : 26 Jul 2018 01:10 PM (IST)
View More
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
ગુજરાત
Advertisement