ENG vs IND 2021: સ્ટેડિયમમાં એકલો બેઠેલો દેખાયો અશ્વિન, ફેન્સ બોલ્યા- બહુ જ ખરાબ લાગી રહ્યું છે
સોશ્યલ મીડિયા પર અશ્વિનની એક તસવીર જોરદાર વાયરલ થઇ રહી છે. જેમાં તે ટીમના તમામ ખેલાડીઓથી અલગ માયુસ અને હતાશ થઇને સ્ટેડિયમમાં એક સીટ પર એકલો બેસેલો દેખાઇ રહ્યો છે.
નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ (Ind Vs Eng)ની વચ્ચે ચોથી ટેસ્ટ મેચનો આજે છેલ્લો દિવસ છે. આ મેચમાં જીત માટે ભારતને ઇંગ્લેન્ડની 10 વિકેટો લેવી પડશે. એટલા માટે આ મેચમાં બધા દારોમદાર ભારતીય બૉલરો પર છે. વળી, બીજીબાજુ ભારતીય ચોથી ટેસ્ટમાં અશ્વિન (Ashwin)ને સામેલ ના કરવામા આવતા તેના ફેન્સ તેને મિસ કરી રહ્યાં છે.
સોશ્યલ મીડિયા પર અશ્વિનની એક તસવીર જોરદાર વાયરલ થઇ રહી છે. જેમાં તે ટીમના તમામ ખેલાડીઓથી અલગ માયુસ અને હતાશ થઇને સ્ટેડિયમમાં એક સીટ પર એકલો બેસેલો દેખાઇ રહ્યો છે. તેને આવી રીતે બેસેલો જોઇને તેના ફેન્સ તેને મેચમાં સામેલ ના કરવામાં આવવાને લઇને પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે.
અમને નામના એક યૂઝરે તે તસવીરને ટ્વીટ કરતા લખ્યું- તેને આ રીતે જોઇને બહુજ દુઃખ થઇ રહ્યું છે, અશ્વિનને આ રીતે બેન્ચો પર બેસવા માટે નહીં પરંતુ મેદાનમાં હોવુ જોઇએ. હું તમને બહુજ મિસ કરી રહ્યો છું. અને મને આશા છે કે જડ્ડુ સારુ પ્રદર્શન કરશે, અને વિકેટ લેશે અને ભારતીય ટીમને અશ્વિનના ના રમવાનો પસ્તાવો થશે.
It is hurting to see him like this he should be on the field not warming benches.Badly missing you Anna.I really hope Jaddu does well tom and take wickets and Indian team doesnt have to regret of not playing ashwin.#RAshwin #ashwin #Ashwin pic.twitter.com/DRwykWJocl
— Aman (@AmanDVSJ) September 5, 2021
અશ્વિનને ના લેવા પાછળ વિરાટે શું કરી દલીલ-
ચોથી ટેસ્ટમાં અશ્વિનને ના રમાડવા પાછળ કહોલીનુ કહેવુ હતુ કે ઇંગ્લેન્ડની ટીમમાં ચાર ડાબોડી બેટ્સમેન છે, એટલા માટે જાડેજા સૌથી વધુ કારગર સાબિત થશે, અને તે બેટ્સમેન પણ સારો છે.