શોધખોળ કરો
Advertisement
સરે કાઉન્ટીમાં આ ખેલાડીએ ફક્ત 25 બોલમાં ફટકારી આક્રમક સદી , જાણો વિગત
ઇગ્લેન્ડઃ ઇગ્લેન્ડની સરે કાઉન્ટીના વિલ જૈક્સે સ્થાનિક સીઝનની શરૂઆત અગાઉ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે લંકાશર વિરુદ્ધ ફક્ત 25 બોલમાં જ સદી ફટકારી દીધી છે. આ પ્રોફેશનલ ક્રિકેટમાં કોઇ ઇગ્લિશ ખેલાડી દ્ધારા ફટકારવામાં આવેલી સૌથી ઝડપી સદી માનવામાં આવી રહી છે.
જૈકે પોતાની ઇનિંગમાં 11 સિક્સ અને આઠ ચોગ્ગા ફટકાર્યા હતા. દુબઇમાં રમાઇ રહેલી ટી-20 ત્રિકોણીય સીરિઝમાં તેણે આ ઇનિંગ રમી હતી. ટુનામેન્ટમાં ત્રીજી ટીમ આઇસીસી એકેડમી છે. જૈક્સે 30 બોલ પર 105 રનની અણનમ ઇનિંગ રમી હતી. જૈક્સે લંકાશરના બોલર સ્ટીફન પૈરીની એક જ ઓવરમાં સતત છ સિક્સ ફટકારી હતી. પૈરી ઇગ્લેન્ડ માટે ઇન્ટરનેશનલ સ્તર પર વન-ડે અને ટી-20 ક્રિકેટ રમી ચૂક્યો છે. 20 વર્ષીય જૈક્સે ફેબ્રુઆરીમાં ઇગ્લેન્ડ લાયન્સ તરફથી રમતા ભારત-એ વિરુદ્ધ અનધિકૃત ટેસ્ટ મેચમાં 63 રનની ઇનિંગ રમી હતી.
જૈક્સે સરેના સતાવાર ટ્વિટર હેન્ડલ પર કહ્યું કે, લોકો કહી રહ્યા હતા કે અહીં 120-130 રનનો સ્કોર સરેરાશ રહે છે જેથી હું બેટિંગનો આનંદ લેવા માંગતો હતો. 98 રન પર પહોંચ્યા બાદ હું સદી વિશે વિચારવા લાગ્યો. આ બધુ બહુ જલદીમાં થયો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બોલિવૂડ
અમદાવાદ
Advertisement