શોધખોળ કરો

IPLની બાકીની મેચો પોતાને ત્યાં રમાડવા ક્યા દેશે મૂક્યો પ્રસ્તાવ? ક્યા મહિનામાં 15 દિવસમાં બાકીની મેચો રમાડવાનું આયોજન?

રિપોર્ટ છે કે, આઇપીએલની 14મી સિઝનની માત્ર 29 મેચ રમાઈ છે, જ્યારે 31 મેચો હજુ બાકી છે, આવામાં ઇંગ્લેન્ડના ચાર કાઉન્ટી ક્બલે ભારતને પોતાના ત્યાં બાકીની મેચો રમાડવા ઓફર કરી છે.

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાની (CoronaVirus) બીજી લહેર ઘાતક રૂપ લેતા દેશમાં ચાલી રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગને (IPL 2021) અધવચ્ચેથી સસ્પેન્ડ કરવી પડી છે. બીસીસીઆઇએ (BCCI) તાત્કાલિક ધોરણે નિર્ણય લેતા આઇપીએલની 14મી સિઝનને ટાળી (IPL Suspended) દેવાની જાહેરાત કરી દીધી હતી. આ બધાની વચ્ચે ફેન્સના મનમાં એક સવાલ ઉભો થયો હતો કે હવે આઇપીએલ રમાશે કે નહીં, જો રમાશે તો ક્યારે ને ક્યાં રમાશે? જોકે હવે આઇપીએલને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ઇંગ્લેન્ડમાં (England 4 Clubs Offered) આઇપીએલની બાકીની મેચો રમાય તેવી શક્યતા છે. 

રિપોર્ટ છે કે, આઇપીએલની 14મી સિઝનની માત્ર 29 મેચ રમાઈ છે, જ્યારે 31 મેચો હજુ બાકી છે, આવામાં ઇંગ્લેન્ડના ચાર કાઉન્ટી ક્બલે ભારતને પોતાના ત્યાં બાકીની મેચો રમાડવા ઓફર કરી છે. ઈંગ્લેન્ડના 4 કાઉન્ટી ક્લબ મિડલસેક્સ, સરે, વારવિકશાયર અને લંકાશાયરે ટૂર્નામેન્ટ કરાવવાનો પ્રસ્તાવ રાખ્યો છે. 

ઉલ્લેખનીય છે કે, ભારતમાં IPL 2021 સીઝનની 30મી મેચ કોલકાતા અને બેંગલુરુ વચ્ચે રમાવવાની હતી. કોલકાતા ટીમના 2 ખેલાડી પોઝિટિવ આવ્યા બાદ મેચ અને ટૂર્નામેન્ટ સસ્પેન્ડ કરવામાં આવી છે. હવે ટાઈટ શેડ્યૂલ અને ભારતમાં કોરોની ત્રીજી લહેર આવવાની શક્યતા વચ્ચે ટૂર્નામેન્ટ ભારતમાં રમાડવાનું શક્ય નથી. એવામાં BCCI સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ટૂર્નામેન્ટ માટે વિંડો શોધી રહ્યાં છે. ટૂર્નામેન્ટની બાકીની મેચ UAEમાં થઈ શકે છે. જો કે તેની આશા ઓછી જ છે. જો IPL આ વર્ષે નહીં રમાય તો BCCIને તેનાથી 2000થી 2500 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. બોર્ડ આ ટૂર્નામેન્ટને કરાવવા માટે 20 દિવસની વિંડો તપાસી રહ્યાં છે.

ઈંગ્લેન્ડમાં ટૂર્નામેન્ટ રમાવવાની આશા વધુ પ્રબળ છે, કેમકે ભારતીય ટીમને 5 ટેસ્ટની સીરીઝ માટે ઓગસ્ટમાં ઈંગ્લેન્ડ ટૂર પર જવાનું છે. એવામાં ટીમ ઈન્ડિયા ત્યાં જ ટેસ્ટ સીરીઝ પછી સપ્ટેમ્બરના છેલ્લા 2 સપ્તાહમાં IPL પણ રમી શકે છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું

ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો

લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ghed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા

Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર

Embed widget