દશ્રિણ આફ્રીકાના કેપ્ટને કહ્યું કે, હું આવું અન્ય ટીમમં પણ જોઈ શકું છું. મોટાભાગની મજબૂત ટીમો મેદાન પર નથી હોતી જ્યારે પ્રશંસક સર્વશ્રેષ્ઠ ખેલાડીઓને જોવા આવે છે. હું અહીં રમતને આગળ વધારતી જોવા માગુ છું, પરંતુ ટી20 વર્લ્ડ કપ એવો છે જેના માટે હું સંપૂર્ણ રીતે તૈયાર છું. મારા માટે બની શકે કે આ અંતિમ ટૂર્નામેન્ટ હોય.
2/4
ડુપ્લેસિસે કહ્યું કે, ઘરેલુ ટી20 લીગ વધારે હોવાને કારણે ટી20 વર્લ્ડ કપ ઉપરાંત કોઈ અન્ય ટૂર્નામેન્ટમાં પોતાની સર્વશ્રેષ્ઠ ટીમ ઉતારવી મુશ્કેલ થઈ ગઈ છે. ડુ પ્લેસિસને લાગે છે કે તેના પર આઈસીસીએ ધ્યાન આપવું જોઈએ.
3/4
નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રીકાના કેપ્ટન ફાફ ડુ પ્લેસીસે સંકેત આપ્યા છે કે તે 2020માં રમાનાર ટી20 વર્લ્ડ કપ બાદ ક્રિકેટના તમામ ફોર્મેટ્માંથી નિવૃત્તી જાહેર કરી દેશે. દક્ષિણ આફ્રીકા શનિવારે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ એક ટી20 મેચ રમશે.
4/4
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ડુ પ્લેસિસને ટાંકીને લખ્યું છે, ‘ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડ કપ હવે વધારે દૂર નથી. અમે તેના માટે અહીં પરત ફરીશું અને બની શકે કે તે મારા માટે અંતિમ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ હોય.’