શોધખોળ કરો
Advertisement
ફિફા અંડર-17 મહિલા વર્લ્ડકપનું આગામી વર્ષે ભારતમાં થશે આયોજન, જાણો કેટલી ટીમો લેશે ભાગ અને ક્યારથી શરૂ થશે ટુર્નામેન્ટ
ફિફાએ મહિલા અંડર-17 વર્લ્ડકપને લઈ નવી તારીખો જાહેર કરી છે. ફિફાએ આજે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું કે, મહિલા અંડર-17 ફૂટબોલ વિશ્વકપનું આયોજન 17 ફેબ્રુઆરી, 2021 થી 7 માર્ચ, 2021 સુધી થશે.
નવી દિલ્હીઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાલ કોરોનાનો કેર જોવા મળી રહ્યો છે. જેના કારણે સ્પોર્ટ્સની તમામ ગતિવિધિ સ્થગિત કરી દેવામાં આવી છે અથવા રદ્દ કરી દેવામાં આવી છે. કોરોના મહામારીને લઈ ભારતમાં ચાલુ વર્ષે યોજાનારા મહિલા અંડર-17 ફૂટબોલ વિશ્વ કપને સ્થગિત કરી દેવામાં આવ્યો હતો.
જોકે, હવે ફિફાએ મહિલા અંડર-17 વર્લ્ડકપને લઈ નવી તારીખો જાહેર કરી છે. ફિફાએ આજે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું કે, મહિલા અંડર-17 ફૂટબોલ વિશ્વકપનું આયોજન 17 ફેબ્રુઆરી, 2021 થી 7 માર્ચ, 2021 સુધી ભારતમાં થશે.
ફિફાએ જણાવ્યું, ટૂર્નામેન્ટમાં માપદંડો જળવાઈ રહેશે અને આ રીતે 1 જાન્યુઆરી, 2003થી લઈ 31 ડિસેમ્બર 2005 કે તે પહેલા જન્મેલા ખેલાડીઓને ભાગ લેવાની છૂટ આપવામાં આવી છે. કોવિડ-19 મહામારીના પ્રભાવના કારણે ઊંડા અભ્યાસ બાદ ફીફાએ ટૂર્નામેન્ટ માટે પ્રસ્તાવિત નવી તારીખો જાહેર કરવાનો ફેંસલો લીધો છે. આ સ્પર્ધામાં 16 ટીમો ભાગ લેશે અને તેનું આયોજન પાંચ સ્થળ પર કરાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion