શોધખોળ કરો

FIFA WC 2022: સ્પેન અને જર્મનીથી લઇને ક્રોએશિયા સુધી, એક્શનમાં દેખાશે આ 8 ટીમો, જાણો આજનુ શિડ્યૂલ.....

આમેચ આજની સૌથી મોટી ગણાય  છે. આ મેચ જર્મની માટે ખુબ મહત્વની છે. આજે જો તે હારી જાય છે તો રાઉન્ડ ઓફ 16માંના દરવાજા બંધ થઇ શકે છે.

FIFA WC 2022 Fixture: ફિફા વર્લ્ડકપ (FIFA World Cup) માં આજે (27 નવેમ્બરે) પણ ચાર મેચો રમાશે. ગૃપ-ઇ અને ગૃપ -એફની તમામ ટીમો એક્શનમાં હશે, રાઉન્ડ ઓફ -16માં પહોંચવા માટે આ મેચો ખુબ મહત્વની ગણાશે. આજની પહેલી મેચમાં જાપાનની ટીક્કર કૉસ્ટારિકા સાથે થશે, આ પછી બેલ્જિયમ વિરુદ્ધ મોરક્કો, ક્રોએશિયા વિરુદ્ધ કેનેડા અને જર્મની વિરુદ્ધ સ્પેનની ટક્કર જોવા મળશે. 

આજની મેચો -

જાપાન વિરુદ્ધ કોસ્ટારિકા - 
જાપાને પોતાની છેલ્લી મેચમાં મોટો ઉલટફેર કર્યો હતો. તેને જર્મનીને રોમાંચક મેચમાં 2-1 પછાડ્યુ હતુ. આજે તેની સામે કોસ્ટારિકાનો પડકાર હશે. કોસ્ટારિકાએ ગઇ મેચમાં સ્પેન વિરુદ્ધ 0-7 થી હારનો સામનો કર્યો હતો. આ મેચ બપોરે 3.30 વાગ્યાથી શરૂ થશે. 

બેલ્જિયમ વિરુદ્ધ મોરક્કો - 
બેલ્જિયમે પોતાની ગઇ મેચમાં કેનેડા સામે એકદમ નજીકના મુકાબલમાં (1-0) થી જીતી હતી. આ કેનેડાની ટીમે બેલ્જિયમ પર હાવી દેખાઇ હતી. વળી, મોરક્કોએ ગઇ મેચ કોસ્ટારિકા વિરુદ્ધ ડ્રૉ રમી હતી. આવામાં આ મેચ રોમાંચક બની શક છે. આ મેચ આજે સાંજે 6.30 વાગ્યાથી શરૂ થશે. 

ક્રોએશિયા વિરુદ્ધ કેનેડા - 
ગઇ વારની રનર અપને પોતાની ઓપનિંગ મેચ મોરક્કોને ડ્રૉ રમવી પડી હતી. આજે તેની સામે કેનેડાનો પડકાર છે, ગઇ મેચમાં જેને બેલ્જિયમને જોરદાર ટક્કર આપી હતી. આમ મેચ આજે રાત્રે 9.30 વાગે રમાશે.

સ્પેન વિરુદ્ધ જર્મની - 
આમેચ આજની સૌથી મોટી ગણાય  છે. આ મેચ જર્મની માટે ખુબ મહત્વની છે. આજે જો તે હારી જાય છે તો રાઉન્ડ ઓફ 16માંના દરવાજા બંધ થઇ શકે છે. ગઇ મેચમાં જાપાને તેને 2-1થી હરાવીને મોટો ઉલટફેર કર્યો હતો. આ મેચમાં જર્મન ટીમ વાપસી કરવાની કોશિશ કરશે. વળી, બીજીબાજુ સ્પેન પણ શાનદાર લયમાં છે. તેને ઓપનિંગ મેચમાં કોસ્ટારિકાને 7-0 થી માત આપી હતી. આ મેચ આજે રાત્રે 12.30 વાગ્યાથી શરૂ થશે. 

ક્યાં જોઇ શકાશે ફિફા વર્લ્ડકપની મેચો ?
ફિફા વર્લ્ડકપ 2022ની તમામ મેચો સ્પોર્ટ્સ 18 1 અને સ્પોર્ટ્સ18 1HD ચેનલ પરથી લાઇવ ટેલિકાસ્ટ થશે. જિઓ સિનેમા એપ પર પણ આ મેચોનુ લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકાય છે. 

સૌથી મોંઘો ફૂટબોલ વર્લ્ડ કપ -

કતારમાં આયોજિત ફૂટબોલ વર્લ્ડ કપ અત્યાર સુધીની સૌથી મોંઘી રમતોત્સવ છે. તેની શરૂઆત 20 નવેમ્બરે યજમાન કતાર અને એક્વાડોર વચ્ચેની મેચથી થઈ હતી. ફાઈનલ મેચ 18 ડિસેમ્બર 2022ના રોજ યોજાશે. જેમાં કુલ 32 ટીમો ભાગ લઈ રહી છે.

પૈસા પાણીની જેમ વહાવ્યા -

તમને જણાવી દઈએ કે કતારને 2010માં ફૂટબોલ વર્લ્ડ કપની યજમાની મળી હતી અને ત્યારથી આ દેશે આ ઈવેન્ટને સફળ બનાવવા માટે પાણીની જેમ ઘણા પૈસા ખર્ચ્યા છે. આ માટે 6 નવા સ્ટેડિયમ બનાવવામાં આવ્યા છે, જ્યારે 2 જૂના સ્ટેડિયમને નવજીવન આપવામાં આવ્યું છે. ખેલાડીઓની તાલીમ માટે સ્ટેડિયમ બનાવવામાં આવ્યા છે. આના પર કુલ 6.5 બિલિયનથી 10 બિલિયન ડોલરનો ખર્ચ થવાની ધારણા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dahod News : દાહોદમાં ડ્રોનની મદદથી ગાંજાના વાવેતરનો પર્દાફાશ, જુઓ અહેવાલKhyati Hospital Scam : ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવનાર વધુ એક વ્યક્તિની તબિયત લથડીMehsana News : પુત્ર માની કરી નાંખ્યા અંતિમ સંસ્કાર, બેસણાના દિવસે જ દીકરો ઘરે આવતાં બધા ચોંક્યાStudent Winter Cloths : શિયાળામાં વિદ્યાર્થીઓના ગરમ કપડાને લઈ સ્કૂલોને શું અપાઈ ચેતવણી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Embed widget