FIFA WC 2022: ઇગ્લેન્ડના દિગ્ગજ ફૂટબોલરે કહ્યુ- વર્લ્ડકપની સેમીફાઇનલમાં આ ટીમો રમશે, મેસ્સી અને રોનાલ્ડો વિશે પણ કહી આ વાત
FIFA વર્લ્ડ કપ 2022 20 નવેમ્બરથી કતારમાં શરૂ થઈ રહ્યો છે
FIFA WC 2022: FIFA વર્લ્ડ કપ 2022 20 નવેમ્બરથી કતારમાં શરૂ થઈ રહ્યો છે. અહીં 29 દિવસમાં 32 ટીમો વચ્ચે 64 મેચ રમાશે. અહીં 10 થી 12 ટીમો છે જેમના વર્લ્ડ કપ જીતવાના દાવા કરવામાં આવી રહ્યા છે. જોકે આર્જેન્ટિના અને ઈંગ્લેન્ડને રેસમાં આગળ માનવામાં આવે છે. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી વેન રૂનીએ જર્મની અને બેલ્જિયમની વર્લ્ડ કપ સેમીફાઇનલમાં પહોંચવાની પણ આગાહી કરી છે.
TOI સાથેની વાતચીતમાં જ્યારે રૂનીને પૂછવામાં આવ્યું કે તેના અનુસાર કઈ ચાર ટીમ સેમીફાઈનલ રમશે? તો રૂનીએ જવાબમાં કહ્યુ હતું કે 'બેલ્જિયમ, જર્મની, આર્જેન્ટિના અને ઈંગ્લેન્ડ' વર્લ્ડકપની સેમીફાઇનલમાં પહોંચશે. રૂનીએ મેસ્સી અને રોનાલ્ડો અંગે પણ કહ્યું હતું કે જો ઈંગ્લેન્ડ આ વર્લ્ડ કપ નહીં જીતે તો તે મેસ્સી કે રોનાલ્ડોમાંથી કોઈ એકને વર્લ્ડ કપ જીતતો જોવા માંગશે. આ તેની શાનદાર કારકિર્દીનો અદ્ભુત અંત હશે.
ઈંગ્લેન્ડની તકો પર રૂનીએ શું કહ્યું?
વેન રૂનીએ કહ્યું હતું કે મને લાગે છે કે ઈંગ્લેન્ડને એક સારું ગ્રુપ મળ્યું છે. ગ્રૂપ છોડ્યા પછી તમારે નોક આઉટ સ્ટેજમાં પણ નસીબની જરૂર પડશે. થોડા નસીબ અને સારી રમતથી ઈંગ્લેન્ડ ચોક્કસપણે ચેમ્પિયન બની શકે છે. અમારી પાસે સારી ટીમ છે, જે એક સારા મેનેજરના માર્ગદર્શન હેઠળ સારું રમી રહી છે. બ્રાઝિલ પાસે પણ સારી ટીમ છે. આર્જેન્ટિના પણ છેલ્લા કેટલાક સમયથી સારું રમી રહ્યું છે. તે પછી ફ્રાન્સ, બેલ્જિયમ અને જર્મની પણ છે. જે ટીમ આખી ટુર્નામેન્ટમાં નિયમિત પ્રદર્શન કરશે તેને ટ્રોફી મળશે.