શોધખોળ કરો

FIFA World Cup 2022 Final: ફીફા વર્લ્ડકપ ફાઇનલમાં ધમાલ મચાવશે નોરા ફતેહી, જાણો સમાપન સમારોહની વિગત

FIFA WC Final 2022: સમાપન સમારોહ અને ફાઈનલ મુકાબલાનું આયોજન લુસૈલ સ્ટેડિયમમાં થશે. આ સ્ટેડિયમા કતારનું સૌથી મોટું સ્ટેડિયમ છે, જેની ક્ષમતા લગભગ 89 હજાર દર્શકોની છે.

FIFA World Cup Argentina vs France: કતાર દ્વારા આયોજિત ફિફા વર્લ્ડકપ 2022 ની આજે ફાઇનલ મેચ રમાશે. આ ટાઇટલ મેચ રવિવારે (18 ડિસેમ્બર) રમાશે, જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સનો મુકાબલો લિયોનેલ મેસ્સીની ટીમ આર્જેન્ટિના સામે થશે. આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8.30 વાગ્યાથી રમાશે.  ફાઇનલ મુકાબલા પહેલા ક્લોસિંગ સેરેમની પણ યોજાશે. જેમાં ભારતીય અભિનેત્રી તથા ડાંસર નોરા ફતેહી પણ પરફોર્મ કરશે.

અડધો કલાક ચાલશે સમાપન સમારોહ

ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચેની મેચ પહેલા સમાપન સમારોહ યોજાશે. આ સમાપન સમારોહ ભારતીય સમય અનુસાર સાંજે 6.30 વાગ્યે શરૂ થશે. તે લગભગ અડધો કલાક ચાલશે. 18 ડિસેમ્બરે કતારનો નેશનલ ડે પણ છે, આ સ્થિતિમાં અહીં શાનદાર આતશબાજી પણ થઈ શકે છે.

89 હજાર દર્શકો રહેશે હાજર

સમાપન સમારોહ અને ફાઈનલ મુકાબલાનું આયોજન લુસૈલ સ્ટેડિયમમાં થશે. આ સ્ટેડિયમા કતારનું સૌથી મોટું સ્ટેડિયમ છે, જેની ક્ષમતા લગભગ 89 હજાર દર્શકોની છે.

મેસ્સી દેશવાસીઓને આપવા માંગશે મોટી ભેટ

35 વર્ષીય લિયોનેલ મેસ્સી માટે આ છેલ્લો વર્લ્ડકપ હોઈ શકે છે. તેણે પોતે પણ આ હકીકત સ્વીકારી છે. આવી સ્થિતિમાં આ અનુભવી ફૂટબોલર તેની છેલ્લી ટૂર્નામેન્ટમાં ખિતાબ જીતીને દેશવાસીઓ અને ચાહકોને મોટી ભેટ આપવા માંગે છે.

મેસ્સી ગોલ્ડન બૂટની રેસમાં સૌથી આગળ છે

આ વર્લ્ડકપમાં અત્યાર સુધી લિયોનેલ મેસ્સી ગોલ્ડન બૂટની રેસમાં સૌથી આગળ માનવામાં આવે છે. જોકે મેસ્સી અને ફ્રાન્સના કિલિયન એમ્બાપેએ સૌથી વધુ 5-5 ગોલ કર્યા છે. પરંતુ અસિસ્ટ મામલે મેસ્સીનો હાથ ઉપર હોય તેમ જણાય છે. જો ફાઈનલ પછી ગોલ ટાઈ થાય છે, તો આસિસ્ટ્સને પણ ધ્યાનમાં લેવામાં આવશે. આ ક્ષણે મેસ્સીએ ત્રણ ગોલમાં મદદ કરી છે જ્યારે એમ્બાપેએ માત્ર બે જ ગોલમાં મદદ કરી છે. આવી સ્થિતિમાં મેસ્સીનું પલડું થોડું ભારે લાગે છે.

આર્જેન્ટિના-ફ્રાસે અત્યાર સુધી 2-2 ટાઇટલ જીત્યા છે

વર્લ્ડ કપના ઈતિહાસમાં અત્યાર સુધી ફ્રાન્સ અને આર્જેન્ટિનાએ 2-2 વખત ટાઈટલ જીત્યું છે. ફ્રાન્સની ટીમ 1998 અને 2018માં ચેમ્પિયન બની હતી. જ્યારે આર્જેન્ટિનાએ 1978 અને 1986નો ખિતાબ જીત્યો હતો. આ સિવાય આર્જેન્ટિના ત્રણ વખત (1930, 1990, 2014) રનર અપ પણ રહી છે. જ્યારે ફ્રાન્સ 2006માં રનર અપ હતું. આર્જેન્ટિના માટે આ છઠ્ઠી અને ફ્રાન્સ માટે ચોથી ફાઈનલ હશે.

જો આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચેની અત્યાર સુધીની મેચ જોવામાં આવે તો આમાં મેસ્સીની ટીમનો જ હાથ ઉપર હોય તેવું લાગે છે. ફ્રાન્સ અને આર્જેન્ટિના બંને ટીમો અત્યાર સુધી 12 મેચમાં આમને-સામને આવી ચુકી છે. આમાં મેસ્સીની ટીમ આર્જેન્ટિનાએ 6 વખત જીત મેળવી છે જ્યારે ફ્રાન્સ માત્ર 3 મેચ જીતી શક્યું છે. બાકીની ત્રણ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ છે.

ટોપ સ્ટોરી

Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
Embed widget