Fifa World Cup 2022 Opening Ceremony: કતારમાં ફિફા વર્લ્ડકપનો આજથી પ્રારંભ, ઓપનિંગ સેરેમનીમાં ધૂમ મચાવશે BTS
FIFA વર્લ્ડ કપ 2022 રવિવાર, 20 નવેમ્બર 2022થી કતારમાં શરૂ થઈ રહ્યો છે
Fifa World Cup 2022 Opening Ceremony: વિશ્વભરના ફૂટબોલ ચાહકો માટે ઉજવણી શરૂ થઈ રહી છે. ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ 2022 આજથી (20 નવેમ્બર) કતારમાં શરૂ થઈ રહ્યો છે.
We've had some special opening ceremonies 🤩
— FIFA World Cup (@FIFAWorldCup) November 19, 2022
Can't wait for another tomorrow! Don't miss it at 5.30pm local time! 🎤🎵#FIFAWorldCup | #Qatar2022 pic.twitter.com/Cq4g39Aap8
રવિવારે, ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે એક શાનદાર ઓપનિંગ સેરેમની થશે જેમાં વિશ્વભરના મોટા કલાકારો પરફોર્મ કરશે. તેમાં સૌથી મોટું નામ કોરિયન બેન્ડ BTSનું છે, જે અહીં ધમાલ મચાવશે. ઓપનિંગ સેરેમની બાદ આજે ઓપનિંગ મેચ પણ રમાવાની છે જે યજમાન કતાર અને ઇક્વાડોર વચ્ચે રમાવાની છે.
FIFA વર્લ્ડ કપ 2022 રવિવાર, 20 નવેમ્બર 2022થી કતારમાં શરૂ થઈ રહ્યો છે. પ્રથમ દિવસે ભવ્ય ઓપનિંગ સેરેમની ઉપરાંત એક મેચ પણ રમાવાની છે. આ પ્રથમ વખત છે જ્યારે ફૂટબોલ વર્લ્ડ કપનું આયોજન મધ્ય પૂર્વમાં થઈ રહ્યું છે. ભારતીય સમય અનુસાર, ઓપનિંગ સેરેમની રવિવારે સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. કોરિયન બેન્ડ BTS પણ આમાં પરફોર્મ કરશે. આ સિવાય માલુમા, નિકી મિનાજ, મરિયમ ફેરેસ અહીં આ વર્લ્ડકપનું થીમ સોંગ કરશે.
FIFA વર્લ્ડ કપની ઓપનિંગ સેરમની અલ-બેયત સ્ટેડિયમ ખાતે યોજાશે. અહીં લગભગ 60 હજાર દર્શકો બેસી શકે છે, રાજધાની દોહાથી તેનું અંતર માત્ર 40 કિમી છે. આ મેદાનમાં પ્રથમ મેચ એટલે કે કતાર-ઇક્વાડોર મેચ યોજાવાની છે.
- FIFA ફૂટબોલ વર્લ્ડ કપ ભારતમાં સ્પોર્ટ્સ 18, તેમજ તેની HD ચેનલ પર ટેલિકાસ્ટ કરવામાં આવશે. જ્યારે ઓનલાઈન આ બ્રોડકાસ્ટ Jio સિનેમા, Jio TV અને તેમની વેબસાઈટ પર જોઈ શકાય છે.
- FIFA વર્લ્ડ કપ 2022માં માત્ર ઓપનિંગ સેરેમની જ નહીં, પરંતુ કલાકારો દરરોજ પરફોર્મ કરશે. અહીં એક ફેન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં દુનિયાભરના દર્શકો માટે વિવિધ કલાકારો પરફોર્મ કરશે. બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહી અહીં 29 નવેમ્બરે જોવા મળશે.