FIFA WC 2022: 'ગોલ ઓફ ધ ટૂર્નામેન્ટ' બની શકે છે રિકાર્લિસનનો આ ગોલ, જુઓ શાનદાર કિક
બ્રાઝિલના સ્ટ્રાઈકર રિકાર્લિસને ગુરુવારે રાત્રે અદ્ભુત ગોલ કર્યો. સર્બિયા સામેની મેચમાં, તેણે વિન્સી જુનિયરના પાસ પર ત્રણ ડિફેન્ડર્સ વચ્ચે ઊભા રહીને એક્રોબેટિક સિઝર કિક લગાવી.
Richarlison's stunning Goal: FIFA વર્લ્ડ કપ 2022 (FIFA WC 2022), બ્રાઝિલના સ્ટ્રાઈકર રિકાર્લિસને ગુરુવારે રાત્રે અદ્ભુત ગોલ કર્યો. સર્બિયા સામેની મેચમાં, તેણે વિન્સી જુનિયરના પાસ પર ત્રણ ડિફેન્ડર્સ વચ્ચે ઊભા રહીને એક્રોબેટિક સિઝર કિક લગાવી. આ ગોલને હાલમાં FIFA વર્લ્ડ કપ 2022નો સૌથી આકર્ષક ગોલ કહેવામાં આવી રહ્યો છે. એવું પણ માનવામાં આવે છે કે રિકર્લિસનનો આ શોટ 'ગોલ ઓફ ધ ટૂર્નામેન્ટ' પણ બની શકે છે.
Richarlison! What have you done?! 🤯#FIFAWorldCup | @richarlison97 pic.twitter.com/kCKFdlINXq
— FIFA World Cup (@FIFAWorldCup) November 24, 2022
પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન બ્રાઝિલ ગુરુવારે રાત્રે સર્બિયા સામે હતી. અહીં પ્રથમ હાફમાં કોઈ ગોલ થઈ શક્યો નહોતો, પરંતુ બીજા હાફમાં બ્રાઝિલના ફોરવર્ડ રિકાર્લિસેને બે જોરદાર ગોલ કરીને પોતાની ટીમને જીત અપાવી હતી. રિકાર્લિસને 62મી મિનિટે ગોલ કરીને બ્રાઝિલને લીડ અપાવી હતી અને ત્યારપછી 73મી મિનિટે વિન્સી જુનિયરના પાસને કાબૂમાં રાખીને શાનદાર ગોલ કર્યો હતો.
સમગ્ર મેચમાં બ્રાઝિલનો દબદબો રહ્યો હતો. બ્રાઝિલે સર્બિયાની ગોલ પોસ્ટ પર 24 વખત હુમલો કર્યો, જેમાંથી 10 ટાર્ગેટ પર હતા. સર્બિયાના ગોલકીપર મિલિન્કોવિકે કેટલાક શાનદાર સેવ કર્યા હતા અને તેથી જ હારનું માર્જિન માત્ર 2 ગોલ હતું. બીજી તરફ સર્બિયાના ફોરવર્ડ માત્ર 4 પ્રયાસો જ કરી શક્યા હતા. બ્રાઝિલની ટીમ કોર્નર અને ફ્રી કિક મેળવવામાં પણ આગળ હતી. બ્રાઝિલને 6 કોર્નર અને 12 ફ્રી કિક મળી. બીજી તરફ, સર્બિયાને 4 કોર્નર અને 8 ફ્રી કિક મળી હતી.
FIFA WC 2022: પાંચ વર્લ્ડકપમાં ગોલ કરનાર પ્રથમ ખેલાડી બન્યો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, આવો રહ્યો રેકોર્ડ
FIFA વર્લ્ડ કપ 2022 ગુરુવારે રાત્રે પોર્ટુગલ અને ઘાના વચ્ચેની મેચમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ 65મી મિનિટે ગોલ કરીને તેની ટીમને લીડ અપાવી હતી. આ ગોલ સાથે તેણે ફૂટબોલ વર્લ્ડ કપના ઈતિહાસમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો. તે પાંચ ફિફા વર્લ્ડ કપમાં ગોલ કરનાર પ્રથમ પુરુષ ફૂટબોલર બન્યો છે.
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું વર્લ્ડ કપ ડેબ્યૂ 2006માં થયું હતું. તે વર્લ્ડ કપમાં તેણે પેનલ્ટી સ્પોટથી ઈરાન સામે તેનો પ્રથમ ગોલ કર્યો હતો. આ પછી વર્લ્ડ કપમાં તેના પછીનો ગોલ ચાર વર્ષ પછી આવ્યો. રોનાલ્ડોએ 2010ના વર્લ્ડકપમાં નોર્થ કોરિયા સામે ગોલ કર્યો હતો. તેણે વર્લ્ડ કપ 2014માં ઘાના સામેની મેચમાં પણ ગોલ કર્યો હતો. રોનાલ્ડો માટે વર્લ્ડ કપ 2018 ખૂબ જ શાનદાર રહ્યું હતું. તેણે ગત વર્લ્ડકપમાં ચાર ગોલ કર્યા હતા. જેમાં તેણે સ્પેન સામે હેટ્રિક ફટકારી હતી.