શોધખોળ કરો

FIFA World Cup 2022: મોરક્કો સામે મળેલી હાર બાદ બેલ્જિયમમાં ભડકી હિંસા, લોકોએ અનેક વાહનોમાં આગ લગાવી

કતારમાં ચાલી રહેલા ફૂટબોલ વર્લ્ડ કપની મેચમાં મોરોક્કો સામે બેલ્જિયમની હાર બાદ રવિવારે બેલ્જિયમની રાજધાનીમાં રમખાણો ફાટી નીકળ્યા હતા

બ્રુસેલ્સઃ કતારમાં ચાલી રહેલા ફૂટબોલ વર્લ્ડ કપની મેચમાં મોરોક્કો સામે બેલ્જિયમની હાર બાદ રવિવારે બેલ્જિયમની રાજધાનીમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. બેલ્જિયમની હારથી ભડકેલી હિંસામાં લોકોએ ઈલેક્ટ્રિક કાર અને અનેક સ્કૂટરને આગ ચાંપી દીધી હતી. સમાચાર એજન્સી રોઇટર્સના અહેવાલ મુજબ, સ્થાનિક પોલીસે તોફાન કરનારા ડઝનેક લોકોની અટકાયત કરી હતી. બ્રુસેલ્સના ઘણા સ્થળોએ તોફાનો થયા હતા. જેને શાંત કરવામાં પોલીસને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

રમખાણો અંગે પોલીસ પ્રવક્તા ઇલ્સે વાન ડી કીરેએ જણાવ્યું હતું કે સાંજે લગભગ 7 વાગ્યે સ્થિતિ સામાન્ય બની હતી. સંબંધિત વિસ્તારોમાં સાવચેતીભર્યું પેટ્રોલિંગ ચાલુ રાખ્યું હતું. હાલમાં પોલીસ સતત એવા તોફાની તત્વો પર ચાંપતી નજર રાખી રહી છે, જેઓ ફરી એકવાર શહેરમાં અશાંતિનું વાતાવરણ સર્જી શકે છે. પોલીસની એક ટીમ કસ્ટડીમાં લેવામાં આવેલા લોકોની પૂછપરછ કરી રહી છે, જેથી રમખાણોનું સ્પષ્ટ કારણ અને કાવતરું શોધી શકાય.

પોલીસના જણાવ્યા અનુસાર તોફાનીઓ સશસ્ત્ર થઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા. ઉપરાંત, તેમની પાસે ઘણી જ્વલનશીલ સામગ્રી હતી, જેની મદદથી તેઓએ ઘણા વાહનોને આગ લગાડી હતી. પોલીસે જણાવ્યું કે ફટાકડાના કારણે એક પત્રકારને પણ ચહેરા પર ઈજા થઈ હતી. વધતી હિંસાને ધ્યાનમાં રાખીને વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ વોટર કેનન અને ટીયર ગેસના ઉપયોગને મંજૂરી આપી હતી. ત્યારબાદ પરિસ્થિતિને વહેલી તકે નિયંત્રણમાં લેવામાં આવી હતી.

મોરક્કોએ મોટો ઉલટફેર કર્યો, બેલ્ઝિયમને 2-0થી હરાવ્યું

રવિવારે ફૂટબોલ વર્લ્ડ કપમાં મોટો અપસેટ સર્જાયો હતો. મોરોક્કોએ બેલ્જિયમની ટીમને 2-0થી હરાવ્યું છે. ફિફા રેન્કિંગમાં બેલ્જિયમની ટીમ બીજા નંબર પર છે જ્યારે મોરક્કોની ટીમ 22માં નંબર પર છે, પરંતુ આ મેચમાં મોરોક્કોએ બેલ્જિયમની ટીમને 2-0થી હરાવીને મોટો અપસેટ સર્જ્યો છે. ફૂટબોલ વર્લ્ડ કપમાં મોરોક્કોની આ પ્રથમ જીત છે. આ પહેલા ક્રોએશિયા સામે મોરોક્કોની પ્રથમ મેચ ડ્રો રહી હતી. જ્યારે બેલ્જિયમે પોતાની પ્રથમ મેચમાં કેનેડાને 1-0થી હરાવ્યું હતું.

ટોપ સ્ટોરી

T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં
હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં
Embed widget