ભારત તરફથી વર્ષ 2010 માં અંડર-19 વિશ્વકપ રમી ચુકેલો મુંબઈનો સૌરભ નેત્રાવલકર યૂએસમાં રાષ્ટ્રીય ટીમનો કેપ્ટન બન્યો છે. દેશ માટે રમવાની તક નહી મળતા વિદેશમાં અભ્યાસ માટે ગયો હતો જ્યાં તે નેશનલ ક્રિકેટ ટીમનો કેપ્ટન બની ગયો છે.
2/5
તેના બાદ તેણે સરદાર પટેલ ટેકનોલોજી યૂનિવર્સિટીમાંથી એન્જીનિયરિંગમાં ગ્રેજ્યુએટ પૂર્ણ કર્યું. અને માસ્ટર્સનો અભ્યાસ કરવા માટે કોર્નેલ જતો રહ્યો હતો.
3/5
જ્યાં તેણે એકવાર ફરી ક્રેટના મેદાન પર વાપસી કરવાનું મન બનાવું અને યુએસમાં મળેલી તકનો ફાયદો ઉઠાવ્યો અને ટીમનો કેપ્ટન બની ગયો.
4/5
મુંબઈનો 27 વર્ષીય ફાસ્ટ બોલર સૌરભ નેત્રાવલકરે મુંબઈ માટે રણજી પણ રમી છે. જ્યારે વર્ષ 2010માં રમાયેલા અંડર-19 વર્લ્ડકપમાં તે ભારત તરફથી સર્વાધિક વિકેટ લેનારો બોલર બન્યો હતો. આ ટૂર્નામેન્ટમાં તેણે ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ અને પાકિસ્તાના બેટ્સમેન અહમદ શહેજાદની વિકેટ ઝડપી હતી.
5/5
બોલિંગમાં શાનદાર પ્રદર્શ બાદ પણ સૌરભને ભારતમાં પોતાના ક્રિકેટ કરિયરને લઈને આશ્વસ્ત નોહતો. તેથી તેણે અભ્યાસ તરફ વધું ધ્યાન આપવા મન બનાવી લીધું. એક અંગ્રેજી અખબાર સાથે વાત તણે કહ્યું કે ક્રિકેટને 2 વર્ષ આપ્યા પણ કંઈ ખાસ નથી થયું.