શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાનના સ્ટાર ક્રિકેટરે કોહલીને લઈ આપ્યું મોટું નિવેદન, કેપ્ટનશિપને લઈ કરી આ વાત
શોએબે અખ્તરે વિરાટ કોહલીને વિશ્વના સફળ કેપ્ટનો પૈકીનો એક ગણાવ્યો છે. શોએબે તેના યુટ્યૂબ વીડિયોમાં કહ્યું, વર્લ્ડકપ બાદ વિરાટની કેપ્ટનશિપમાં નિખાર આવ્યો છે. તે વર્લ્ડકપની ભૂલમાંથી ઘણું શીખ્યો છે.
નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકાને બીજી ટેસ્ટમાં હરાવવાની સાથે જ ટીમ ઈન્ડિયા ઘર આંગણે સતત 11 ટેસ્ટ શ્રેણી જીતનારી વિશ્વની પ્રથમ ટીમ બની ગઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ બેવડી સદી ફટકારી હતી. વિરાટ કોહલીની કેપ્ટનશિપ અને બેટિંગની પાકિસ્તાનની ટીમના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે તેની યૂટ્યુબ ચેનલ પર પ્રશંસા કરી હતી.
શોએબે અખ્તરે વિરાટ કોહલીને વિશ્વના સફળ કેપ્ટનો પૈકીનો એક ગણાવ્યો છે. શોએબે તેના યુટ્યૂબ વીડિયોમાં કહ્યું, વર્લ્ડકપ બાદ વિરાટની કેપ્ટનશિપમાં નિખાર આવ્યો છે. તે વર્લ્ડકપની ભૂલમાંથી ઘણું શીખ્યો છે. ટીમમાં કોને સ્થાન આપવું જોઈએ અને કોને નહીં તે સમજમાં આવી ગયું છે. આ બધાથી પણ મોટી વાત છે કે તેને ટીમ બનાવતાં આવડી ગયું છે. તે દુનિયાના સૌથી સફળ કેપ્ટન પૈકીનો એક છે.
આજે દુઃખની વાત એ છે કે વિશ્વમાં સારા કેપ્ટન નથી. માત્ર વિરાટ અને કેન વિલિયમસન જ છે. વિરાટની સૌથી સારી વાત એ છે કે તે ડરતો નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion