ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન અને આયરલેન્ડ સામે શાનદાર અર્ધશતક ફટકારનારી દિગ્ગજ ક્રિકેટર મિતાલી રાજને ફિટ હોવા છતાં કેપ્ટન હરમનપ્રીત કૌરે ઇંગ્લેન્ડ સામેની સેમિફાઇનલમાં પ્લેઇંગ ઇલેવનમાં સમાવી ન હતી. આ મેચ ભારતને આઠ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.
3/5
46 વર્ષીય પૂર્વ કેપ્ટન ગાંગુલીએ પાકિસ્તાન સામેની 2006માં રમાયેલી બીજી ટેસ્ટને યાદ કરતાં કહ્યું કે, ‘કેપ્ટન તમને બહાર બેસવા માટે કહે છે તો આમ કરો, મેં પણ ફેઝાબાદમાં આવુ કર્યુ હતુ. મે 15 મહિના સુધી વનડે ન હતી રમી, આ સમયે હું મારા ચરમ પર હતો.’
4/5
મિતાલી વિવાદમાં હવે પૂર્વ દિગ્ગજ ક્રિકેટર અને ટીમ ઇન્ડિયાના સફળ કેપ્ટન ગાંગુલીએ પણ મિતાલીનો બચાવ કર્યો છે. ગાંગુલીએ કહ્યું કે, હું જ્યારે મારી કેરિયરની ચરમસીમા પર હતો ત્યારે મને પણ બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો હતો.
5/5
નવી દિલ્હીઃ મહિલા ટી20 વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાની ઇંગ્લેન્ડ સામે સેમિફાઇનલની હારને લઇને વિવાદ સર્જાયો છે, કેપ્ટન હરમનપ્રીત કૌર અને મિતાલી રાજ વચ્ચે અનબન હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. મિતાલી ફિટ હોવા છતાં ટીમમાં સ્થાન આપવામાં આવતા આ વિવાદ ચગડોળે ચઢ્યો છે.