શોધખોળ કરો
Advertisement
ઈન્ડિગો ફ્લાઈટમાં ટીમ ઈન્ડિયાના કયા ભૂતપૂર્વ ખેલાડીનું બેટ ચોરાયું? જાણો
હરભજન સિંહ એરલાઈન કંપની ઈન્ડિગોથી નારાજ જોવા મળ્યો છે કારણ કે આ કંપનીની ફ્લાઈટમાં શુક્રવારે તેનું બેટ ચોરાઈ ગયું હોવાનું જાણવા મળ્યું. બેટ ચોરાતા હરભજન ગુસ્સે થઈ ગયો હતો
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાનો ઓફ સ્પિનર હરભજન સિંહ એરલાઈન કંપની ઈન્ડિગોથી નારાજ જોવા મળ્યો છે કારણ કે આ કંપનીની ફ્લાઈટમાં શુક્રવારે તેનું બેટ ચોરાઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે. હરભજને ટ્વીટર પર આ ઘટનાને સાર્વજનિક કરતા કંપનીને એક્શન લેવાની માગણી કરી છે. ભજ્જીની કિટ બેગમાંથી બેટ ગાયબ થવાથી તે ખૂબ નારાજ છે અને કંપનીને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, આ ચોરી છે અને તેના વિરુદ્ધ એક્શન લેવાવી જોઈએ.
આ ટ્વીટ બાદ ભજ્જીએ એક પછી એક ત્રણ ટ્વીટ કરી કંપની પાસેથી પોતાના બેટની જાણકારી માગી પણ આશરે 48 કલાક પછી પણ તેને પોતાનું બેટ ન મળી શક્યું.
હરભજને ઈન્ડિગોને ટેગ કરતા પોતાની ટ્વીટમાં લખ્યું હતું કે, કાલે મેં મુંબઈથી કોયમ્બતુર માટે ઈન્ડિગો એરલાઈનની ફ્લાઈટ નંબર 6E 6313માં મુસાફરી કરી હતી અને મેં જોયું કે મારી કિટ બેગમાંથી એક બેટ ગાયબ છે!! હું ઈચ્છું છું કે, આની વિરુદ્ધ એક્શન લઈને અપરાધીને શોધવામાં આવે. કોઈના સામાનમાં કોઈ વસ્તુ ઉઠાવી લેવી ચોરી છે… પ્લીઝ મારી મદદ કરો.
આ ટ્વીટનીની સાથે ભજ્જીએ CISF (સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ)ને પણ ટેગ કરી, જે એરપોર્ટ્સ પર સુરક્ષા જવાબદારી સંભાળે છે. ભજ્જીની આ ટ્વીટ પર ઈન્ડિગોવાળાઓએ તરત જ રિપ્લાય કર્યું હતું અને આ મામલે તપાસ કરવાનો વિશ્વાસ અપાવ્યો હતો. ઈન્ડિગોએ ટ્વીટ કર્યું, ‘શ્રીમાન (હરભજન) સિંહ આ જાણીને ખુબ દુ:ખ થયું. અમે આની તપાસ કરીને તમારો સંપર્ક કરીએ છીએ.Yesterday I Travelled from Mumbai to Coimbatore by @IndiGo6E flight number 6E 6313 indigo airlines and I find a bat is missing from my kit bag!! I want action to be taken to find who this culprit is..going into someone’s belongings and taking any item is THEFT..Plz help @CISFHQrs
— Harbhajan Turbanator (@harbhajan_singh) March 7, 2020
ત્યારબાદ ભજ્જીએ હાથ જોડનારા બે ઈમોજી બનાવતાં ‘પ્લીઝ ડૂ’ લખીને લખીને ઈન્ડિગોને તેને શોધવાની અપીલ કરી.Plz do 🙏🙏 https://t.co/hz3UKzpdb4
— Harbhajan Turbanator (@harbhajan_singh) March 7, 2020
ભજ્જીને આજે પણ પોતાના બેટના કોઈ ન્યૂઝ ન મળ્યા તો તેણે વધુ એક ટ્વીટ કરતા લખ્યું, ‘મારી કિટ બેગમાંથી મારું બેગ ખોવાયા બાદ તમારા તરફથી હજુ કોઈ જાણકારી મળી નથી.No news from you guys yet about my bat missing from my kitbag @IndiGo6E are you guys not taking it seriously or what ???
— Harbhajan Turbanator (@harbhajan_singh) March 8, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement