શોધખોળ કરો
Advertisement
કોલકત્તા સામેની મેચ પહેલા ચેન્નાઇ મુશ્કેલીમાં, બ્રાવો બાદ આ સ્ટાર બૉલર થયો બહાર, જાણો વિગતે
ગર્દનની ઇજા ઉપરાંત હરભજનની પત્ની અને પુત્રીની પણ તબિયત ખરાબ છે. જેના કારણે તે ટીમથી દુર થયો છે. આ અંગે ભજ્જીએ કહ્યું કે, મને જયપુરમાં રાજસ્થાન સામે રમવુ હતુ પણ મને ગર્દનની ઇજા વધુ હોવાથી બહાર રહેવુ પડ્યુ હતુ
નવી દિલ્હીઃ આઇપીએલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલી ચેન્નાઇ સુપર કિંગ્સની મુશ્કેલી વધી ગઇ છે. ધોની એન્ડ કંપનીમાં વધુ એક સ્ટાર ખેલાડી બહાર થયાના સમાચાર છે. રિપોર્ટ અનુસાર, ઓફ સ્પિનર હરભજન સિંહ ગર્દનની ઇજાના કારણે કોલકત્તા નાઇટ રાઇડર્સ સામેની મેચ પહેલા બહાર થઇ ગયો છે.
આ ટૂર્નામેન્ટમાં ભજ્જી સક્સેસ બૉલિંગ સ્પેલ કર્યો છે. 38 વર્ષના બૉલરે અત્યાર સુધી સાત વિકેટો ઝડપી છે. જેમાં બે વાર 'મેન ઓફ ધ મેચ' એવોર્ડ પણ મેળવી ચૂક્યો છે.
ગર્દનની ઇજા ઉપરાંત હરભજનની પત્ની અને પુત્રીની પણ તબિયત ખરાબ છે. જેના કારણે તે ટીમથી દુર થયો છે. આ અંગે ભજ્જીએ કહ્યું કે, મને જયપુરમાં રાજસ્થાન સામે રમવુ હતુ પણ મને ગર્દનની ઇજા વધુ હોવાથી બહાર રહેવુ પડ્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે, ધોનીની ટીમમાં પહેલાથી જ સ્ટાર ઓલરાઉન્ડર બ્રાવો બહાર છે, હવે ભજ્જીના રૂપમાં બીજી મુશ્કેલી આવી ગઇ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement