શોધખોળ કરો
Advertisement
ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, હાર્દિક પંડ્યા ટીમમાંથી બહાર, જાણો કારણ
નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયા સામે 24 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ફટકો લાગ્યો છે. ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા કમરના દુખાવાને કારણે ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝમાં નહી રમી શકે. બીસીસીઆઈએ ગુરૂવારે તેની જાણકારી આપી હતી. હાર્દિક પંડ્યાની જગ્યાએ રવિંદ્ર જાડેજાને 5 વનડે મેચની સીરીઝમાં ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ભારતની મેજબાનીમાં ઓસ્ટ્રેલિયાને બે મેચ ટી20 અને 5 વનડે સીરીઝ રમશે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં યોજાનારા ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં હવે થોડા મહિનાનો સમ બાકી છે. ક્રિકેટના આ મહાકુંભ પહેલા ટીમ ઈન્ડિયા પાસે માત્ર સાત ઈન્ટરનેશનલ મેચ છે. વાંચો: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફરતાં જ ક્રિસ ગેલે બનાવી દીધો મોટો રેકોર્ડ, બની ગયો ‘સિક્સર કિંગ’ આ પહેલા ગત સપ્ટેમ્બર મહિનામાં ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા કમરની ઈજાને કારણે એશિયા કપમાંથી બહાર થયો હતો. હાર્દિક પંડ્યા જ્યારે પાંચમી ઓવર ફેંકી રહ્યો હતો. પાંચમો બોલ ફેંક્યા બાદ તેને કમરમાં દુખાવો થયો હતો અને તે મેદાન પર ઢળી પડ્યો હતો બાદમાં તેને સ્ટ્રેચરમાં મેદાન બહાર લઈ જવામાં આવ્યો હતો.Hardik Pandya (file pic) ruled out of Australia’s tour of India due to lower back stiffness. Ravindra Jadeja has been named as the replacement. pic.twitter.com/nV74C7Ql1B
— ANI (@ANI) February 21, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement