શોધખોળ કરો

Year Ender 2024: હાર્દિક પંડયાને ગૂગલ પર 2024માં આ કારણે સૌથી વધુ કરવામાં આવ્યા સર્ચ, વિરાટ, ધોની રહ્યાં પાછળ

IPL દરમિયાન જ્યારે હાર્દિક પંડ્યા ચાહકોના અપમાનનો સામનો કરી રહ્યો હતો ત્યારે તે પોતાના અંગત જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓ સામે પણ લડી રહ્યો હતો. હાર્દિક પંડ્યાના નતાશા સ્ટેનકોવિક સાથેના સંબંધો ખતમ થઈ રહ્યા હતા. આખરે બંનેએ જુલાઇ 2024માં તેમના અલગ થવાની સત્તાવાર પુષ્ટિ કરી હતી

Year Ender 2024:  હાર્દિક પંડ્યા આ વર્ષે ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલ ક્રિકેટર બની ગયો છે. આ બાબતમાં તેણે વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની જેવા દિગ્ગજોને પણ હરાવ્યા છે. અમે તમને જણાવી રહ્યા છીએ ચાર મહત્વના અને મોટા કારણો જેના કારણે હાર્દિક ગૂગલમાં ટ્રેન્ડ કરી રહ્યો છે.

હાર્દિક પંડ્યા આ વર્ષે ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલ ક્રિકેટર બની ગયો છે. આ બાબતમાં તેણે વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની જેવા દિગ્ગજોને પણ હરાવ્યા છે. ચાર મહત્વના અને મોટા કારણો જેના કારણે હાર્દિક ગૂગલમાં ટ્રેન્ડ કરી રહ્યો છે.

ભારતનો સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા વર્ષ 2024માં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલ ભારતીય ક્રિકેટર બની ગયો છે. આ મામલે તેણે વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્મા જેવા દિગ્ગજ ખેલાડીઓને પણ હરાવ્યા છે. હાર્દિક પંડ્યા આ વર્ષે ઘણી બાબતોને લઈને ચર્ચામાં રહ્યો છે. છૂટાછેડાથી લઈને T-20 વર્લ્ડ કપ જીતવા સુધીના મુદ્દાઓ પર તેને ગૂગલ પર સર્ચ કરવામાં આવ્યો હતો. પરિણામ એ આવ્યું કે તે આ વર્ષે સૌથી વધુ સર્ચ કરવામાં આવેલ ભારતીય ક્રિકેટર બની ગયો. આવો જાણીએ આ વર્ષે પંડ્યાના સમાચારમાં રહેવાના ખાસ કારણો વિશે.

મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ મળ્યા બાદ ભારે ટ્રોલ થઈ

હાર્દિક પંડ્યા વર્ષો સુધી IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા રહ્યો. બાદમાં ગુજરાત ટાઇટન્સે તેને પોતાનો કેપ્ટન બનાવ્યો. આ ટીમ સાથે બે વર્ષ ગાળ્યા બાદ તે ફરીથી મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફર્યો. પરંતુ તેને રોહિત શર્માની જગ્યાએ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ નિર્ણય મુંબઈ ઈન્ડિયન્સના ચાહકોને પસંદ આવ્યો ન હતો અને પ્રેક્ષકોએ સમગ્ર આઈપીએલ દરમિયાન હાર્દિકને જોરદાર ટ્રોલ કર્યો હતો. તેમજ તેમના માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. ઉલ્લેખનિય છે કે, હાર્દિકની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન પણ ખરાબ રહ્યું હતું.

નતાશા સ્ટેનકોવિકથી છૂટાછેડા

IPL દરમિયાન જ્યારે હાર્દિક પંડ્યા ચાહકોના અપમાનનો સામનો કરી રહ્યો હતો ત્યારે તે પોતાના અંગત જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓ સામે પણ લડી રહ્યો હતો. હાર્દિક પંડ્યાના નતાશા સ્ટેનકોવિક સાથેના સંબંધો ખતમ થઈ રહ્યા હતા. આખરે બંનેએ જુલાઇ 2024માં તેમના અલગ થવાની સત્તાવાર પુષ્ટિ કરી હતી.  ઉલ્લેખનિય છે કે, લગ્નના ચાર વર્ષ બાદ બંનેએ છૂટાછેડા લીધા હતા.

હાર્દિક તેના પુત્રથી પણ અલગ થઈ ગયો છે

પત્નીથી અલગ થવાની સાથે હાર્દિકને પુત્રથી અલગ થવાનું દુ:ખ પણ સહન કરવું પડ્યું હતું. હાર્દિક અને નતાશા એક પુત્ર અગસ્ત્ય પંડ્યાના માતા-પિતા છે. જોકે, છૂટાછેડા પછી નતાશા અગસ્ત્યનો ઉછેર કરી રહી છે. છૂટાછેડા પછી, નતાશા તેના પુત્ર સાથે સર્બિયા ગઈ હતી અને દોઢ મહિના પછી ભારત પાછી આવી હતી. આ પછી હાર્દિક તેના પુત્રને મળ્યો હતો. તેણે અગસ્ત્ય સાથેનો પોતાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

ભારતે T-20 વર્લ્ડ કપ જીત્યો

આ વર્ષે હાર્દિક પંડ્યાના ગૂગલ પર સમાચારમાં રહેવાનું કારણ પણ તેની ભારતને T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતવામાં મદદ કરવાનું હતું. તેણે આ ટુર્નામેન્ટમાં ટીમ માટે બોલ અને બેટ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે દક્ષિણ આફ્રિકા સામેની ફાઈનલની છેલ્લી ઓવરમાં યાદગાર બોલિંગ કરી હતી. તેણે છેલ્લી ઓવરમાં મિલરની મોટી વિકેટ લીધી હતી. જેના કારણે ટીમ ઈન્ડિયા 7 રનથી ટાઈટલ જીતવામાં સફળ રહી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Atul Subhash Suicide Case: ‘પુરૂષો માટે નથી કોઇ કાયદો’ પત્નીના ટોર્ચરથી પરેશાન એન્જિનિયર પતિએ  કર્યો આપઘાત
Atul Subhash Suicide Case:‘પુરૂષો માટે નથી કોઇ કાયદો’ પત્નીના ટોર્ચરથી પરેશાન એન્જિનિયર પતિએ કર્યો આપઘાત
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
Online Shopping કરનારાઓની વધી મુશ્કેલી, હવે ઓર્ડર કેન્સલ કરવા પર ચૂકવવા પડી શકે છે આટલા રૂપિયા
Online Shopping કરનારાઓની વધી મુશ્કેલી, હવે ઓર્ડર કેન્સલ કરવા પર ચૂકવવા પડી શકે છે આટલા રૂપિયા
દિલ્હીમાં વિદ્યાર્થીઓની બલ્લે-બલ્લે, બિઝનેસ શરૂ કરવા સરકાર આપી રહી છે સીડ મની, આવો છે પ્રૉગ્રામ
દિલ્હીમાં વિદ્યાર્થીઓની બલ્લે-બલ્લે, બિઝનેસ શરૂ કરવા સરકાર આપી રહી છે સીડ મની, આવો છે પ્રૉગ્રામ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat: ડાન્સ સાથે તમંચે પે ડિસ્કો કરનાર ભાજપ કાર્યકરે શું કરી સ્પષ્ટતા? | Abp Asmita | 11-12-2024Gujarat Weather: ઠંડીનું જોર વધ્યું, ગુજરાતનું આ શહેર સૌથી વધુ ઠુંઠવાયું | Abp AsmitaSurat : મોરાભાગળમાં લાઈટ જતા બિલ્ડીંગની લિફ્ટમાં ફસાયા ચાર વ્યક્તિ, જુઓ આ વીડિયોમાંMount Abu:માઈનસ ત્રણ ડિગ્રી તાપમાનમાં ફેલાઈ ગઈ બરફની ચાદર, જુઓ નજારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Atul Subhash Suicide Case: ‘પુરૂષો માટે નથી કોઇ કાયદો’ પત્નીના ટોર્ચરથી પરેશાન એન્જિનિયર પતિએ  કર્યો આપઘાત
Atul Subhash Suicide Case:‘પુરૂષો માટે નથી કોઇ કાયદો’ પત્નીના ટોર્ચરથી પરેશાન એન્જિનિયર પતિએ કર્યો આપઘાત
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
Online Shopping કરનારાઓની વધી મુશ્કેલી, હવે ઓર્ડર કેન્સલ કરવા પર ચૂકવવા પડી શકે છે આટલા રૂપિયા
Online Shopping કરનારાઓની વધી મુશ્કેલી, હવે ઓર્ડર કેન્સલ કરવા પર ચૂકવવા પડી શકે છે આટલા રૂપિયા
દિલ્હીમાં વિદ્યાર્થીઓની બલ્લે-બલ્લે, બિઝનેસ શરૂ કરવા સરકાર આપી રહી છે સીડ મની, આવો છે પ્રૉગ્રામ
દિલ્હીમાં વિદ્યાર્થીઓની બલ્લે-બલ્લે, બિઝનેસ શરૂ કરવા સરકાર આપી રહી છે સીડ મની, આવો છે પ્રૉગ્રામ
પુષ્પા 2એ કલ્કિને આપી ધોબી પછાડ,બની ગઇ  ઇન્ડિયાની સૌથી ચોથી હાઇએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ
પુષ્પા 2એ કલ્કિને આપી ધોબી પછાડ,બની ગઇ ઇન્ડિયાની સૌથી ચોથી હાઇએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ
'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ
'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ
રાજકોટમાં અશાંતધારાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, હિંદુઓના નામે મુસ્લિમો ખરીદી રહ્યા છે મકાનો
રાજકોટમાં અશાંતધારાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, હિંદુઓના નામે મુસ્લિમો ખરીદી રહ્યા છે મકાનો
ઓપરેશન બશાન એરોઃ 48 કલાકમાં ઇઝરાયેલે સીરિયા પર કર્યા 350 હુમલા, મિલિટ્રી બેઝ ધ્વસ્ત
ઓપરેશન બશાન એરોઃ 48 કલાકમાં ઇઝરાયેલે સીરિયા પર કર્યા 350 હુમલા, મિલિટ્રી બેઝ ધ્વસ્ત
Embed widget