અમરોહામાં મોહમ્મદ શમીના ઘરે પહોંચ્યા બાદ મીડિયા સાથે વાત કરતી હસીન જહાં.
2/6
હાલ મોહમ્મદ શમી આઈપીએલ 11માં દિલ્હી ડેરડેવિલ્સનો હિસ્સો છે. પત્ની હસીન જહાં સાથે વિવાદની અસર તેના પ્રદર્શન પર પણ જોવા મળી છે. દિલ્હીના કોચે કહ્યું હતું કે અંગત વિવાદના કારણે શમી આઇપીએલમાં સારું પ્રદર્શન કરી રહ્યો નથી.
3/6
હસીન જહાંએ કહ્યું કે, મારે હવે અહીંયા જ રહેવું છે. તેમે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જઈને જીવને ખતરો હોવાનું જણાવી સુરક્ષા આપવાની માંગ કરી છે.
4/6
શમી સાથે વિવાદ અને બાદમાં તેના પર કેસ દાખલ કર્યા પછી હસીન જહાં પ્રથમ વખત અમરોહામાં મોહમ્મદ શમીના ઘરે પહોંચી છે. આજે સવારે હસીન જહાં જ્યારે શમીના ઘરે પહોંચી ત્યારે ત્યાં તાળું મારેલું હતું.
5/6
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના અંગત જીવનમાં મુશ્કેલી ઓછું થવાનું નામ નથી લેતી. ફરી એક વખત તેની પત્ની હસીન જહાં સાથે છેડાયેલો વિવાદ વકર્યો છે.
6/6
તાળું જોઈને હસીન જહાંએ પરિવાર સાથે જ ત્યાં તંબુ તાણી દીધો. હસીન સાથે તેની દીકરા આયરા અને વકીલ ઝાકિર હુસૈન પણ અમરોહા આવ્યા છે.હસીન જહાંએ શમીના ઘર પર લાગેલું તાળું પણ તોજવાની કોશિશ કરી હતી.